________________
૩૭૨ યુરોપનાં સંસ્મરણે
જર્મની અને ન્યાયતાત્પર્યપર વિશુદ્ધિ ટીકા તત્વચિંતામણિના લેખક ગંગેશ્વર,
તેમના મત પ્રમાણે સિદ્ધસેન દિવાકર ધમકીતિ પછી અને હરિભદ્રની પહેલા આવે છે.
કારણકે સંમતિ ટીકાનાં અવતરણો હરિભદ્રસૂરિએ કરેલાં છે,
અપભ્રંશ માટે કથાવલિ જેવી. તેમાં ત્રિષષ્ઠિ, પરિશિષ્ટ, આઠનિન્દવ અને યુગપ્રધાનનાં ચરિત્ર છે.
યુગપ્રધાનમાં સિદ્ધસેન અને હરિભદ્ર છેલ્લા આવે છે. આ ક્રમ વિચારવા યોગ્ય છે.
જેને ન્યાય મેડે આવે છે. ન્યાયની પરિભાષા આગમમાં છેજ નહિ. એ પ્રથમ દાખલ કરનાર દિવાકર. એમના પ્રત્યક્ષ પ્રમાણ અને અનુમાન પ્રમાણની વ્યાખ્યાઓ સાથે ઉમાસ્વાતિની વ્યાખ્યા સરખાવવાથી અને ખાસ કરીને મઝાના અને દશાશે શબ્દના ઉપયોગથી ઉપરની બાબત સ્પષ્ટ થશે. એમને અભિપ્રાય એમણે મને ઘણા વિસ્તારથી કહી બતાવ્યું અને સિદ્ધસેન દિવાકરની ચાલુ મનાતી તારિખ કેટલી ખોટી છે તે સંબંધી કારણે સહિત પોતાનું મંતવ્ય બતાવ્યું. આ સંબંધમાં મેં અલગ લેખ લખે છે.
માઘની તારિખ ઈ. સ. ૬૦૦-૬૫૦–મુકરર થઈ ગઈ છે. તેના સંબંધમાં ડે. કીબ્રેનનું એક ચોપાનીઉં મને આપ્યું. એ પિફલેટ અલભ્ય જણાયું એટલે આખું મેં લખી લીધું છે. આ ચર્ચા બીજાને રસ પડે તેમ નથી તેથી અહિં વિશેષ લખત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com