________________
બેન છે. જેની સાથે ચર્ચા ૩૭૧ હવે શુએનસંગ અને ઇટસીંગ નામે બે ચાઈનીઝ મુસાફરે હિંદમાં આવેલા તેમાં હ્યુએનસંગને સમય ૬૩૦-૬૪૪ સને છે. તે હર્ષવર્ધન રાજાના વખતમાં હિંદમાં આવેલ હતા. એ ધર્મકીર્તિનું નામ લખતા નથી પણ ઇટસીંગ જે ત્યારપછી આવ્યો તે ધમકીતિનું નામ લખે છે. દિનાગનું નામ અને લખે છે એટલે ધર્મકીર્તિને સમય એ બન્ને ચીનાઈ મુસાફરો વચ્ચે આવે છે. ધર્મકીર્તિના ગ્રંથોમાં દિનાગનું નામ છે. વાસવદત્તામાં દિનાગનું નામ છે. વાચસ્પતિમિટે ન્યાયવાર્તિકતાત્પર્યટીકા લખી છે તે ઉઘાતકાર અને દિડ નાગ બન્નેનું ટાંચણ કરે છે. શરૂઆતમાં પણ નામ લખે છે. આ સર્વ ઉપરથી હરિભદ્રસૂરિના સમયનો નિર્ણય થાય છે.
હરિભદ્રસૂરિએ ન્યાયની પરિભાષા વાપરી છે તે છ3 સૈકા પહેલાં કદિ વપરાતી નહોતી. - સિદ્ધસેન દિવાકર પ્રત્યક્ષ પ્રમાણુની જે વ્યાખ્યા કરે છે તેને લઈને તે ધમકીર્તિ પછી આવે છે. આ મોટી ચર્ચાનો વિષય છે. એની દલીલ આખી મેં લખી લીધી છે.
એમના મત પ્રમાણે ન્યાયના stages ક્રમ નીચે પ્રમાણે છે. ન્યાયસૂત્ર ન્યાયભાષ્ય-વાત્સાયનનું. ન્યાયવાર્તિક-ઉતકારનું ધર્મકીનિં. ન્યાયવાસ્તિકતાત્પર્યટીકા-વાચસ્પતિમિશ્રની, ઉદયનની કુસુમાંજલિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com