________________
૩૭૬ યુરેપનાં સંસ્મરણે જર્મની
એક તરણું ન હોય અને જમીન ધોવાઈને સાફ થયેલી હોય. ટુંક વખતમાં બધી દુકાને ઉપડી જાય અને એક ચોખ્ખો થઈ જાય. બજારની જગ્યા વિકટર સ્કવેરથી અડધી હશે.
કોલન–Cologne.
બુધવારે સવારે નવ વાગ્યે બેન છોડ્યું. બેનમાં બે દિવસ ઘણો આનંદ થયો. વિદત્પરિચય, સત્સમાગમમાં જે મજા આવે તે ઓર છે. અનેક દેખાવો કે મકાને જોઈએ તેના આનંદ કરતાં સુંદર ચર્ચા અને માનસિક ખેલોને આનંદ જૂદીજ જાતને છે, અવર્ણ છે, એની મજા અનુભવવાથી જ સમજાય છે, એને રસ બીજાને કહી શકાતું નથી, પણ મનમાં જે શાંતિ થાય છે તેને પ્રકારજ જૂદો છે.
આખી મુસાફરીમાં આ બે દિવસ તદન જુદી જાતના અને આખી જીંદગી બરાબર યાદ રહે તેવા ગાળ્યા.
પણ કલાકમાં કોલન આવ્યું. સ્ટેશન પર કલોકરૂમ (cloak room) હેય છે ત્યાં સામાન મૂકીએ તેની રસીદ મળે છે. એક દાગિનાના ૨૦ ફેનીગ (બેઆના લગભગ) લે છે. મજુરને રસીદ આપી તેને નંબર લખી લીધે. તેણે કહ્યું કે ૧૨-૧૫ મીનિટે 5b લાટફોર્મ ઉપર આવજે. ભાષા સમજીએ નહિ પણ અનુમાનથી સમજાય. મજુર ચોરી જશે એવો ભય તે નહિ જ. નજીકમાં કુકની ઓફિસે જઈ કહ્યું કે બે કલાકમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com