________________
બેન
વિદ્વત્પરિચય
૩૭૫
સુધી રસ અને અલંકારનું જ્ઞાન હતું તેને સંગ્રહ છે એમ વાત કરી. મેં કહ્યું કે શાંતરસને હેમચંદ્રાચાર્યે દાખલ કર્યો એટલે તુરત એની અગાઉ કોણે કોણે એને રસ ગણવેલ અને શામાટે નહિ ગણેલ, તે પર અનેક વાતો કરી.
એમનું જ્ઞાન તો કોઈ અજબ ! છંદશાસ્ત્રની પણ એટલી જ વાતો! હિંદુઓમાં પુરાણ વેદ વિગેરેના પારંગામી ! અને આટલી વયે હજુ સર્વ વાંચન ઉપસ્થિત! એમના અગાધ જ્ઞાનનો મને તો આ વખત વિચાર આવ્યા કરતો હતો.
ટેકરી પરથી નીચે આવી નદી કાંઠેથી જરા દુર રેસ્ટોરાંમાં યથારૂચિ ચા કોફી અમે ચારેએ લીધા. ત્યાંથી પાછા ઘણું ચાલ્યા. રસ્તે છે. લેલેએ શું વાંચવું જોઈએ તે પર વાત ચાલી એટલે તેને અનેક સુચનાઓ કરી. મારી પાસે કેટલાંક પુસ્તકની માહીતગારી લીધી. આજે અમે પાંચ સાત માઈલ ચાલ્યા હશું.
- ડે. કીરફેલ સામે કાંઠે તેમના ગામ “ગોડેસ્વર્ગ' ગયા. બહુ પ્રેમથી મળી છૂટા પડયા. હું અને ડે. યાકોબી ટ્રામમાં બેસીને બેન આવ્યા. મને હોટેલ પર મૂકી ગયા. છેવટે છૂટા પડતાં મેં આર્યપદ્ધતિ પ્રમાણે નમન કર્યું. બહુ આભાર માન્યો. પિતાને ઘણે આનંદ થયો. એમને મારા પર વાત્સલ્ય હતું અને
એ એમના પ્રત્યેક વર્તનમાં જણાઈ આવતું હતું. સવારના ત્રણ કલાક ઉપરાંત બપોરે ર વાગેથી તે રાતના આઠ વાગ્યા સુધી આજે અમે સાથે રહ્યા.
બેનમાં હોટેલની સામે સવારે બજાર ભરાય છે. ક્રુટ શાક બધું મળે. બપોરે ૧ વાગે બંધ. દેઢ વાગે જઈએ તો શાખનું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com