________________
બેન
ઈનીસ્બર્ગ
૩૭૩.
નથી. એનું જ્ઞાન અને પુસ્તક ઉકેલવાની સરળતા, આવી પરિપક્વ વયે પણ આવી સુંદર યાદશક્તિ અને તંદુરસ્તીએ મને હેરાત કરી દીધું. (આ બાબતને ભારે વિસ્તૃત લેખ શ્રી જૈન ધર્મપ્રકાશ માસિકમાં પુ. ૪ર ના અંક ૧૦–૧૧-૧૨ માં પ્રકટ થઈ ગયું છે.)
એમની સાથે થયેલી બધી વાત લખવી અશકય છે. આજે બીજાં ચાળીશ પુસ્તકનાં reference કર્યો હશે. બધાં પુસ્તક એમની પાસે નજીકના રૂમમાં હાજર જ હોય છે અને મરજી પડે ત્યારે જોઈએ તે પુસ્તક પરજ એ પિતાને હાથ મૂકી શકે છે. એ લગભગ દશ અગિઆર ભાષા બેલી શકે છે. અંગરેજી પર એમને કાબુ અસાધારણ છે પણ જર્મન ભાષા તે એમના ઘર નીજ છે. ત્રણ કલાકમાં અનેક વાત કરી. ઇનીસ્બર્ગ. - આજે બપોરે ઉઘાડ હતો એટલે મને એક જબરી ટેકરીપર લઈ ગયા. સાથે ડે. કીરફેલ અને છે. લેલે પણ આવ્યા. સાતેક માઈલ ગયા પછી હાઈનને કાંઠે ચાલીને ગયા. સ્ટીમર સામે કાંઠે લઈ જાય. ત્યાં ગઠવણ એવી કે સ્ટીમર પર મેટર પણ તુરતજ ચઢી શકે. સામે કાંઠે ગયા તે ગામનું નામ Innesberg હતું. એ હવા ખાવાનું ઠેકાણું છે. હેલને પાર નથી. થોડે દૂર ગયા ત્યાં રેલવે આવી. પાઈન એન્ડ પીજીઅન પદ્ધતિએ સેંકડો માણસને ડુંગરપર ચઢાવી દીધા. અમને ઉપર જતાં બહુ મજા આવી. મારાં સ્વીટઝરલાંડનાં મરણે તાજાં થયાં.
ટેકરી ૭૦૦-૮૦૦ ફીટ ઊંચી હશે, આખી ટેકરી લી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com