________________
३१७
બોન
ડો. જેકેબી -કોઠાના-આકારમાં આપ્યાં છે. એમને અભ્યાસ આટલે વિશાળ છે છતાં ધ્યાનમાં રાખવા જેવું મને એ લાગ્યું કે એઓ ફળા દેશમાં જરા પણું માનતા નથી.
પછી “અપભ્રંશ ભાષા ” પર વાત નીકળી. પિતે બે કથાઓ છપાવી છે તે બતાવી. અત્યારે જે આગમો વિગેરે છપાય છે તેના પર અભિપ્રાય આપતાં કહ્યું કે એ સારાં છપાય છે. એ પુસ્તકના આકારમાં છપાય તો વધારે સારું. એમ પણ કહ્યું અપભ્રંશને આપણી પાસે જે સંગ્રહ છે તે ૧૨ મા સૈકા પછીને છે. તે પહેલામાં માત્ર શ્રી હેમચંદ્રાચાર્યના ૨૦૦ ક લભ્ય છે. અપભ્રંશમાં લખાયેલું આદિપુરાણું મળે તો ઘણું સારું અજવાળું પડે એમ કહ્યું. તે ગ્રંથ સાતમા સૈકાને છે. એમના ઘણા ગ્રંથો જોયા, એમની લાઈબ્રેરી ઘણી સુંદર છે અને તેમાંથી ખપ પડે તે ગ્રંથ તેઓ તુરત હાથમાં લઈ શકે છે. અમે ઈગ રૂમમાં બેઠા હતા છતાં આટલી ઉમરે જરા પણ પ્રમાદ વગર અમારી વાત દરમ્યાન કેટલી વાર પુસ્તકો બીજા રૂમમાંથી લઈ આવ્યા હશે.
અમે વાત કરતા હતા ત્યાં ડે. કીરશ્કેલ ( kirtel) આવ્યા. એ હાલમાં બેન યુનિવર્સિટીમાં ઓરીએન્ટલ ફિલોસોફીના પ્રોફેસર છે અને ડે. જેકેબીના શિષ્ય થાય. એમનું વય માત્ર ૩૫ વર્ષનું છે. એમણે “ઇડીયન કેમેલો” પર ઘણું મોટું જર્મન ભાષામાં પુસ્તક લખ્યું છે. તેમાં પૃથ્વી કેવી છે તે સંબંધી હિંદના ગ્રંથમાંની વાતને બહુ મેટે સંગ્રહ કર્યો છે. એમાં હિંદુ અને બુદ્ધિસ્ટિક કોસ્મોલોજી પર ૨૫૦ પૃષ્ટ અને જૈનકો
મેલોજી પર ૧૨૦ પૃષ્ટ રોક્યાં છે. એ દળદાર પુસ્તક હું લેતે આવ્યો પણ જર્મન ભાષાને અભ્યાસ ન કરું ત્યાં સુધી માત્ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com