________________
રમ વેટિકન–પેપધામ
૩૦૭ અને સીબીલે મજાના છે. આ આખું ચેપલ બહુ ધારીને-સમઅને કળાની દૃષ્ટિએ ખાસ જોવા લાયક છે. આગળ વધતા વેટિકનમાં Max Gallery આવે છે,
ઈટાલીના નકશા ભીંત પર ચીતર્યા છે. વિભાગના શહેરના અને બીજા નાના મોટા સેંકડે નકશાઓ છે.
ગેલેરી ઓફ પેસ્ટ્રી'. અતિ ઊંચા કામની પેસ્ટ્રીઓ બતાવી છે.
આમાં રાફેલની પેસ્ટ્રી ખાસ વખણાય છે. પછી આરસકામને વિભાગ આવે છે. અનેક જાતનાં આરસનાં જનાવરે બતાવ્યાં છે. કેનોરાનાં આરસનાં ત્રણ પુતળાં બહુ આકર્ષક છે.
બેડરને એપલે (Appollo) જેનો હાથ તૂટી ગયો છે તે પ્રસિદ્ધ આરસનું બાવલું અહીં છે બહુ સુંદર છે. એના તૂટેલ હાથનાં સ્થાન અને આકારને નિર્ણય કરવામાં ઘણું શિલ્પીઓ તર્ક કરી રહ્યા છે. લીઓનાર્ડો વિન્ચીના રૂમમાં બહુ બાવલાંઓ છે. એને એનેટોમીને-શરીરરચનાનો અભ્યાસ બહુ સુંદર ગણાય છે, એટલે જ્યાં સ્નાયુ વિગેરે વળી બતાવવા હોય તે તે આરસ કામમાં બહુ સારી રીતે બતાવી આપી શકે છે. આ વિભાગમાં પુતળાંઓ એટલાં બધાં છે કે વાત નહિ; ઘણુ જેવા લાયક છે અને તેના બનાવનાર વિગેરેની હકીકત આપેલી હોય છે. ગાઈડ પણ એમના વિષે ઘણું જાણવા લાયક હકીકત કહે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com