________________
બલિન
લશ્કરી દેવળ
३४७
કેફીન ઉઘડાવી તેમાંની તરવાર કેડે બાંધી લઈ ગય; તે વાત સને ૧૮૧૦ માં બની, પણ ૧૮૧૪ માં જ્યારે પ્રશીઅન સરદાર બુચરની મદદથી વેલીંગ્ટને નેપલીઅનને હરાવ્યું, ત્યારે જર્મને એ તરવાર પાછી લાવ્યા. તરવાર લેતી વખતે બધાની હેટ-ટોપીઓ નેપલીઅને ઉતરાવી હતી અને કહ્યું હતું કે ફેડરીક ધિ ગ્રેટ હેત તો નેપોલીઅન જર્મનીમાં કદિ આવવાને વિચાર કરી શક્ત નહિ,
એ દેવળમાં કેસરને માળ પર ઊંચે બેસવાની જગ્યા છે. શહેનશાહબાન માટે નીચે જગ્યા છે. આખા દેવળમાં લડાઈમાં મેળવેલા સેંકડો વિજયધ્વજો ટાંક્યા છે. એ ચર્ચને આખો દેખાવ લશ્કરી છે. પુલપીટની પડખે ઘડિ-સેન્ડ કલેક રાખી છે. ફેડરીક ધિ ગ્રેટનો હુકમ હતું કે પાદરીએ બહુ લાંબુ ભાષણ ન કરવું તેનું વખત માટે ધ્યાન રહે માટે બાજુમાં ઘડિ મૂકી છે.
- આખું મંદિર આરસનું છે. આરસ ઘણી ઊંચી જાતને છે. સામે ફેડરીક ધિ ગ્રેટનું ભવ્ય બાવલું છે. ચર્ચ જોતાં લશ્કરી ચર્ચ કેવું હોય તેને આબેહુબ ખ્યાલ આવે તેમ છે.
હોટેલ આઈસીડલર Hotel Einsiedler ઐતિહાસિક છે. એ ૧૭૨૧ માં સ્થપાયેલી છે અને અહીં બધા રાજાઓ આવી ગયેલા. એના હાલમાં કેટલાંક રમણચિન્હ પણ મૂક્યાં છે. લંચ લઈ નાને પેલેસ જેવા ગયા. ત્યાં વચ્ચે એક દળવાની ઘટી આવે છે. એને અવાજ ઘણે થતા હતા તે ફેડરીક ધિ ગ્રેટને ગમે નહિ એટલે એણે માલેકને મીલ બંધ કરવા કહ્યું. માલેક મગજને ફાટેલો હતો. એણે કહ્યું કે બર્લિનમાં જ્યાં સુધી કાયદાની કેરટ છે ત્યાં સુધી કોઇની મગદૂર નથી કે તેને અટકાવી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com