________________
જર્મની
૩૪૮
યુરેપનાં સંસ્મરણે શકે. ફેડરીકનું કાંઈ ચાલ્યું નહિ. ઘંટી-મીલ ત્યાં કાયમ રહી. તે મહાન શહેનશાહ કેવો ન્યાયી હતો તે હકીક્તની યાદમાં આ બનાવ ટાંકવામાં આવે છે.
સાં સુસી. અતિ મનોહર બગિચાની વચ્ચે sans souci સાં સુસીનો મહેલ આવેલ છેએ ફેડરીક ધિ ગ્રેટનું ઉત્પાળાનું વિશ્રામસ્થાન હતું. રાજખટપટથી કંટાળી તે અહીં દર શાંતિ લેવા આવતો હતો અને શાંતિ મળે તે નાને પણ સુંદર મહેલ બાંધે છે. તેને ભેંયતળીયું જ છે, માળ નથી. આજુબાજુ બગિચે છે તે અદ્ભુત છે. એ બગિચે અન્યત્ર જે નથી એમ કહેવામાં જરા પણ અતિશયોક્તિ નથી. મહેલમાં દાખલ થવાને જરા વખત હતા એટલે બગિચામાં નજર કરી. એમાં સારી રીતે કાપીને નવા નવા ગોળાકારના ઝાડોની ગોઠવણ જોઈ ઘણી નવાઈ લાગી. દૂરથી જોઈએ તે કોઈ ગોળ ચકર, કોઈ સીધો મંડપ વિગેરે નવા નવા આકાર લાગે. વચ્ચે જગ્યા નહિ. કાપવાની ભારે ખૂબિ દેખાઇ. જમીન પરના લીલા ઘાસના ચાસે પણ એક એકથી જૂદા પણ નવા નવા આકારના અને સુંદર. ઉપરાંત સમરહાઉસ–મ્યુઝીક પ્લેસ–બેન્ડસ્ટેન્ડ જેવું અને વચ્ચે સુંદર પુતળાંઓ હતાં. એ જોતા હતા ત્યાં મહેલમાં દાખલ થવાનો સમય થયે.
અંદર મહેલ સાધારણ, પણ શાંતિ મળે તેવ. ફેડરીકને બેસવાની ખુરશી જેના પર બેસી તે મરણ પામ્યો હતો, તેને લખવાનું ટેબલ વિગેરે અસલી ચીજો જાળવી રાખી છે. એને ગાયનને અને પાવો વગાડવાને ઘણો શોખ હતો. તે પાવો પણ ત્યાં પડે છે. આ નાના મહેલમાં ફ્રેન્ચ પેન્ટર વાંટુઆના પિન્ટીંગ ઘણું છે, સુંદર છે. થોડાં પુતળાં પણ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com