________________
३१०
યુરોપનાં સંસ્મરણે
જર્મની
બપોરે ડે. કલેસીનેફને મળે. તેની સાથે બહુ વાતચીત થઈ. એ મેટા ઉમરાવને પુત્ર છે. એનું વય માત્ર ૩૫ વર્ષનું છે. એણે “જેનીઝમ'ના ઉપર ઘણું મોટું પુસ્તક લખ્યું છે. કર્મગ્રંથ ઉપરથી કર્મની ફીકી ઉપર લેખ લખી ph. Dની ડિગ્રી લીધી છે અને બહુ ઉત્સાહી અને ઉદ્યોગી છે. આવતા સોમવારે એ ભાષણ કરવા અમેરિકા જનાર છે તેથી બહુ વખત ન લીધે. સાથે ચા પીધી અને પછી કેટલીક વાતો કરી. એનું જ્ઞાન બહુ સુંદર છે અને એને અભ્યાસ વિવેચનશીલ (critical) અને વિવેકસરને છે. એની સાથે ધર્મસંબંધી કેટલીક વાત થઈ.
મારે છે. બ્યુલરનું લખેલું હેમચંદ્રનું જીવન ચરિત જે હાલ મળતું નથી તે પુસ્તક મેળવવા એક મોટા બુકસેલરને ત્યાં જવાનું થયું. ત્યાં ઘણું જોયું. સાંજે જમી બ્રીસ્ટલ હોટેલમાં સુઈ રહ્યો. અહીં એક મી. વખારીયા નામના પારસી ગૃહસ્થને મળવાનું થયું. તેણે ઉગહુન્નરની ઘણું ચીજો બર્લિનમાં જોઈ હતી. તેની સાથે હિંદુસ્થાને હવે ઉગને અભ્યાસ યુરોપ પાસેથી કેવી રીતે કરવું જોઈએ તે સંબંધી ઘણી વાતચીત થઈ. હું એક કેસમાં તેમની સામે હતો, છતાં પરદેશમાં દેશી માણસ મળે ત્યારે અરસ્પર કેટલો આનંદ થાય છે તેનો ખ્યાલ આવે. ભરૂચ જીલ્લામાં રૂની મોટી ફેકટરીઓના એ માલિક છે અને ઉગથી પિતે કેટલા વધી શક્યા છે અને જર્મને કેટલા ઉદ્યોગી છે તેને એમણે બહુ સુંદર ખ્યાલ આપે. હિંદુસ્તાનની જરૂરીઆત અત્યારે ઉદ્યોગની કેળવણીની છે તેના પર એમણે બહુ ભાર મૂક્યો. અત્યારની હિંદુસ્થાનની શિક્ષણપદ્ધતિ સંબંધી પણ તેમની સાથે સારી ચર્ચા થઈ. જર્મની સાંચાકામમાં અને વિજ્ઞાનના અભ્યા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com