________________
માર્ગે
રહાઈન પ્રદેશ
૩૬૩.
*.........
અને તેને અભ્યાસ forestry આપે છે. જર્મન પ્રજા એ વિષયમાં ઘણી કાબેલ ગણાય છે. એણે બધે આધાર પિતાના દેશ ઉપર રાખ્યો છે. એને ચારે તરફથી વ્યવહાર બંધ થયો હોય તે પણ એ વર્ષો સુધી પિતાના દેશના પાક ઉપર નિર્વાહ કરી શકે એ ફળદ્રુપ દેશ છે. આખી લડાઈ દરમ્યાન જર્મનીમાં રેશન (ration) મિતાહારનું ધોરણ હતું. જે લોકો લડવા ગયા ન હેય તેને અમુક માપનું દૂધ અને બ્રેડ મળે. કહે છે કે માંસ તે સાત દિવસે બહુ થોડું મળતું. બાકી લડનારાઓને જોઈએ તેટલે ખોરાક આપવામાં આવતો હતે. આખો જર્મનપ્રદેશ ઘણે ફળદ્રુપ દેખાય. ઢોળાવવાળી જમીન પણ ઠેકાણે ઠેકાણે ખેતીના ઉપયોગમાં લીધી છે. આપણને તે એ hanging gardens લાગે. અહીં પણ ખેતીવાડીનું કામ બધું ઘડા પાસે લેવામાં આવે છે. ઘેડા જબરા હોય છે પણ ફ્રાન્સ અને ઈંગ્લાંડ જેવા મજબૂત ન લાગ્યા.
નહેરની સગવડ પણ અને નાના ગામડામાં પણ વીજળીની ટ્રામ, ગેસ.. ગટર અને ટેલીફોન તે ખરાજ. જર્મનીને આ પ્રદેશ બહુ સુંદર અને તદ્દન લીલે લાગ્યો. અને બાકીને ભાગ પણ તેજ છે એમ કહેવામાં આવ્યું. પૂછતાં ખબર પડી કે આ સર્વ લીલોતરી ઉહાળામાં જ ખીલી નીકળે છે. સપ્ટેબર બેસશે કે બધું ખલાસ. ફ્રાન્સને દક્ષિણ પ્રદેશ (Riviera ને વિભાગ) અને ઇટાલિજ લીલા રહે છે. શિયાળામાં પાણી અને બરફ સિવાય કાંઈ દેખાય નહિ. ઝાડેનાં માત્ર સુંઠાં જ હોય છે. એક લીલું પાંદડું નજરે પડે નહિ.
રાહઈન (Rhine) નદી મેટી દરિયા જેવી છે. એ સ્વીટઝરલાંડમાંથી નીકળી આખા પશ્ચિમ જર્મન પ્રદેશમાં પસાર થઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com