________________
યુરેપનાં સંસ્મરણે
જર્મની
અને સ્ટેશનેએ પણ છાપા મળે એટલે દુનિયામાં બનતા બનાવથી હું માહીતગાર રહી શકતો હતો. જર્મની કે ઇટાલિમાં બધી જગ્યાએ અંગ્રેજી છાપા મળે છે. ડેલીમેલની કોન્ટીનેન્ટલ આવૃત્તિ પિરિસથી છપાઈ બધે જાય છે અને “ટાઈમ્સ”, “સ્ટાન્ડર્ડ” વિગેરે ઉપયોગી છાપાઓ યુરોપમાં સર્વત્ર મળે છે. અમેરિકન Newyork Herald પત્ર ઘણું ખરું વાંચે છે, જે પારિસમાં. છપાઈ આખા યુરોપમાં પ્રસરે છે.
બલિંનના રસ્તાઓ બહુ સારી છે. કોઈ પણ શેરી ( strasse) ઝાડપાન વગરની નથી. રસ્તા પથ્થરના ચેરસાના અથવા ડામરના હોય છે. ટ્રામ આખા શહેરમાં છે. બસને વહે વાર બહુ નથી પણ વધતો જાય છે. ટેકસી ઘણું મળે છે પણ લંડનની પેઠે મેંધી ઘણી. બર્લિનથી કેલન.
ચોથે દિવસે (તા. ૧૫ ઓગસ્ટ રવિવારે) સવારે ૮ વાગે બર્લિન છેડયું. સ્ટેશનરપર જરૂરી સર્વ સગવડ કુકને માણસ કરી આપવાનું હતું, ટ્રેન ટાઈમસર હતી. ગાડી ઘણી ફાસ્ટ હતી. ટ્રેનમાંથી દેખાવ બહુ સુંદર, નજરે પડતો હતો. ચારેતરફ ફળદ્રુપ. ખેતરે અને વચ્ચે વચ્ચે ઝાડના ઘીચ જંગલે આવે. બર્લિનમાં ગ્રીન ફોરેસ્ટ (Grinwalde) છે. આગળ જતાં એક બ્લેક ફેરેસ્ટ આવે છે. હું ત્યાં (બ્લેક ફોરેસ્ટમાં) જઈ શક્યો નહિ પણ વચ્ચે અનેક જંગલે આવે છે તે ગાડીમાંથી જોયાં. જંગ લમાં વચ્ચે મેટર ચાલી શકે તેવા રસ્તા હોય છે અને તદન નીરવ શાંતિ હોય છે. જંગલો રાખવાની જરૂર વરસાદને અંગે છે પણ તેને ઉપયોગ પણ કેમ કરી શકાય તેને હિસાબ જંગલખાતું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com