________________
૩૫૪
યુરેપનાં સંસ્મરણે
જર્મની
ઉપરને માથે નાચ (ડાન્સ) માટે ઘણું વિશાળ રૂમ છે. એની ફરસબંદી ઘણી કુમાસદાર સુંવાળી અને મેઝેઇક કામની બનાવેલી છે.
બાજુમાં છેલ્લા કેસરનો મળવાનો રૂમ છે તેમાં સારી ખુરશીઓ અને ચિત્રો તથા ટેબલ છે. બાજુમાં રિસેપ્શન રૂમમાં બહુ સારાં ચિત્ર છે. એની પડખે શહેનશાહબાનુને રિસેપ્શન રૂમ છે. ફેસરૂમ પણ સુંદર છે. આરસને રૂમ ( Marble room) આરસથી બનાવેલો છે. બીજે ડાન્સીંગ હોલ પણ ઘણો વિશાળ છે. એમાં Judgment of Boris નું ચિત્ર ઘણું મોટું અને ખાસ જોવાલાયક છે. ઉપરાંત કેટલાંક રિસેપ્શન રૂમે છે. બાજુમાં મોટું થીએટર-નાટયગૃહ આવે છે; એ ઘણું સુંદર છે, બેસવાની કુલ જગ્યા મખમલથી મઢેલી છે, ત્રણસો એક સાથે પ્રેક્ષકો બેસી શકે તેવી તેમાં ગોઠવણ છે, બહુ રોનકદાર બનાવ્યું છે. નાટયભૂમિ ઊંચી અને સુંદર છે. ઘણી વિશાળ છે. બર્લિનથી ઓપેરા કરવા માટે અહીં બોલાવતા હતા. રાજ્યભુવનમાં નાટકશાળા એ નવીનતા અને તેની આટલી ચોખાઈ અને ભવ્યતા એ વિશેષ નવીનતા. બાજુમાં લાઈબ્રેરી છે. તે ઘણી વિશાળ છે. છેલ્લા કૈસર ઉન્ડાળામાં આ મહેલમાં રહેતો હતો.
મુલેના વૈભવ સાથે આ વૈભવ સરખાવવા જેવી છે. મુગલોએ જે મકાને-મિનારાઓ બંધાવ્યાં છે તેના બહારના દેખાવ પાસે આ મહાલયે કાંઈ નથી, પણ અંદરની સગવડ આમાં ઘણી વધારે છે. શિલ્પકળા હિંદુસ્થાનની જરા પણ પાછી હઠે તેવી નથી. અંદરની સગવડની વાત તદ્દન જુદી છે અથવા મેગલ શહેનશાહે જ્યારે રાજ્ય કરતા હતા ત્યારે અંદર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com