________________
જર્મની,
સાંજે ૭-૨૦ વેની છેડયું, વાગેલી કારમાં જગ્યા મેળવવા માટે કુકને મહેનત પડી, પણ સાંજે પાંચ વાગે ખબર આપી, કે વાગેલી કાર મળી છે એટલે એકદમ તૈયારી કરી. જમવાનું પતાવ્યું અને હેલનું બીલ કાંઈ હોય તે તે આપી પાદરશીખ (ટીપીંગ) કરી. હેલમાંથી ચાલતી વખતે આપણા રૂમના એટે. ડીને, લીફટમેનને, પિટીઅરને, સામાન અને ભાણા ઉપરના વેટરને દીપ’ કરવાનો રિવાજ પડી ગયો છે એટલે બેવડે માર પડે છે. એક તે હેટેલવાળા દશ ટકા “સરવીસીના (ખીદમતના) લે છે તે તે કુકના બીલમાં આવી જાય અને પાછી ફરી વખત ટીપ આપવાની તે રહે છે. આ ટીમને રિવાજ ઘણે વિચિત્ર છે. પણ આપણે તે તીર્થયાત્રા વિગેરેમાં ટેવાઈ ગએલા એટલે “શીખ” આપીએ તેવી આ ટીપ હોય છે. વળી અમારે તે વેજીટેરીઅન તરીકે ખાસ ગોઠવણ કરાવવાની રહી એટલે ટીપ’ કરવાની પણ તેટલી જ જરૂર. વેજીટેરીએન તરીકે આપણે જે માંગીએ તે કરી આપે તેનું કોઈ જૂઠું બીલ આપવું પડતું નથી એ વાત ધ્યાનમાં રાખવાની છે.
મારા મિત્ર આજે બપોરે પારિસ ગયા એટલે હું એકલો જ હતો. પણ હવે મુસાફરીમાં એકલો રહેવામાં પણ આનંદ લઈ શકું તેમ હતું એટલે કશી ચિંતા નહોતી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com