________________
૩૩૮ યુરેપનાં સંસ્મરણ જર્મની તે પાર નથી. લાઈબ્રેરી હોલમાં સુંદર પુસ્તકોને સંગ્રહ છે અને તે જાળવી રાખે છે.
આ મહેલ ખાસ જોવાલાયક છે. ચાલીને જોતાં અરધે કલાક લગભગ થાય છે. પણ તે બધો વખત આનંદ આવે છે. પગ ઘસતાં પાછા આવી “પેન્ટાફેલ” કાઢી નીચે આવ્યું અને આર્મીનલ (શસ્ત્રાગાર) જેવા ગયે.
શસ્ત્રાગાર Arsenal માં પેસતાં શરૂઆતમાં એક ખરું એરપ્લેન મૂક્યું છે. એ એરોપ્લેન ઘણું જગ્યા રોકે છે. એ શરૂઆતનું એરોપ્લેન છે. એને બનાવનાર Hoptman Boelka હતું એમ મને તે વખતે કહેવામાં આવ્યું. પછી પંદરમી સદીની તે આવી. શરૂઆતમાં તેમાંથી મોટા પથ્થર ઉડાવતા હતા તે પથ્થર જોયા. સેંકડે તોપો પંદરમા, સોળમા, સત્તરમા અને અઢારમા સૈકાની જેઈ. બંદુકોને પણ પાર નહિ. ૧૮૭૦ ની લડાઈ વખતે ફ્રેન્ચો પાસેથી મેળવેલા સેંકડો-હજારો બેનર્સ-વાવટાઓ લડાઇનાં વિજયચિહ્નો તરીકે ઉપર લટકાવેલા હતા. ફ્રેન્ચો પાસેથી પડાવેલી તરવારોનું બહુ મજાનું એક ઝુમર લટ. કાવ્યું છે. એમાં તરવા સિવાય કોઈ પણ ચીજ વાપરી નથી. ૧૮૧૪ ની છેલ્લી લડાઈમાં પણ જમનોએ હજારો ધજાઓ મેળવેલી પણ વરસાઈલના તહનામાથી ઘણીખરી પાછી આપી દેવી પડેલી.
૧૮૭૦ ની લડાઈ વખતે, ફ્રેન્ચ સામે જનરલ મેટકીએ કેવી વ્યુહરચના કરી હતી અને ચારે તરફથી ફેજોને કેવી રીતે ઘેરી લીધા હતા તેને આબેહૂબ દેખાવ એક મેટા ટેબલ ઉપર ગોઠવ્યો છે.
શસ્ત્ર અને અન્ને તે એટલાં જૂના જમાનામાં એકઠાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com