________________
૩૪૨ યુરેપનાં સંસ્મરણે જર્મની વિટારીઆ પાર્ક આવે છે તે ઘણો મટે છે. એથનોગ્રાફી (Ethnography) મનુષ્ય ઇતિહાસનું મ્યુઝીઅમ બહુ સુંદર છે. મકાન જોઈ લીધું. વર મિનીસ્ટ્રિની મોટી ઓફિસોનાં મહાલય આવે છે. અમેરિકન એલચીખાતું ઘણી જબરી જગ્યા રોકે છે અને મકાન પણ ઘણું વિશાળ છે. એમ્બસીને આખો લતે બહુ સરસ છે. દરેક રાજ્યના મકાન પર તે રાજ્યની ધજા ચઢાવવાનું સાધન હોય છે, તે તે રાજ્યના પ્રસંગ પર તેને વાવટ ચઢે છે. પરરાજ્યના એલચીનું શરીર પવિત્ર ગણાય છે અને લડાઈ જાહેર થયા પછી તેને સરહદ પર સલામત મૂકી આવવામાં આવે છે.
ચાન્સેલર-વડા પ્રધાનને-રહેવાની જગ્યા ઘણું વિશાળ છે. પ્રધાનપદ પરથી ઉતરે કે એ જગ્યા ખાલી કરવી પડે છે. હાલને ચાન્સેલર તેમાં રહે છે. પ્રેસીડેન્ટના સ્થાન પર હાલ સુવિખ્યાત જનરલ હીંડનબર્ગ છે. તે ઘણો કપ્રિય છે. સ્પષ્ટવક્તા ગણાય છે અને લોકોમાં તેનું માન સારું છે. ઈંગ્લીશ એમ્બસીની જગા પણ ઘણું વિશાળ અને સુંદર છે.
પાર્લામેન્ટ (Reichtag)નું મકાન ઘણું વિશાળ છે. હાલ પાર્લામેન્ટ રજા હોવાથી બેસતી નથી. સામે પ્રીન્સ બિસ્માર્કને જબરજસ્ત સ્મારક છે.
ત્યાર પછી War memorial of France આવે છે. ૧૮૭૦ માં ફ્રાન્સપર વિજય મેળવ્યું તેનું સ્મારક સરિયામ રસ્તા પર કર્યું છે. તેને Column of Victory “વિજયસ્તંભ કહે છે, એ ફાન્સ પાસેથી મેળવેલ શોને ગાળી તેમાંથી બના વેલ છે. એના ઉપર Victory વિજય દેવતાનું આબેહુબ બાવલું મૂક્યું છે અને એ સ્તંભ લગભગ ૧૦૦ ફીટ ઊંચો હશે. ફાન્સને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com