________________
ld
સંગ્રહસ્થાનેનું ધામ
૩૪૧
આવા શસ્ત્રાગારે રાખવામાં મૂળ હેતુ શો હશે તે કહી શકાય એમ નથી. પ્રજાને લડાયક જુસ્સા જળવાઈ રહે તે પણ એક ઉદેશ હોય, અથવા મ્યુઝીઅમ-સંગ્રહસ્થાને માટે જર્મન પ્રજા ઘણી શોખીન છે તેથી પુરાતની બાબતના અને ચીજોના સંગ્રહને અર્થે આ ચીજો જાળવી રાખી હશે. લડાઈને અભ્યાસ કરનારને માટે આ ચીજો બહુ ઉપયોગી ગણાય તેવી છે. બર્તિન માટે સામાન્ય.
બર્લિન ઘણું મોટું છે અને ખાસ કરીને તેમાં મ્યુઝીઅો તે એટલાં છે કે એને એક રીતે City of museams “સંગ્રહસ્થાનનું શહેર' કહી શકાય. તેથી બપોરે આખું બલિંન એકંદર જોઈ લેવું અને પછી બને તેટલાં સંગ્રહસ્થાને જેવાને વિચાર કર્યો.
બર્લિન શહેર ભામાં લંડનથી ઘણું ચઢી જાય તેવું છે. માત્ર ચાલતે વ્યવહાર (ટ્રાફીક) લંડનથી ઘણે ઓછો છે. લંડનની પિોલીસ જેવી અહીંની પોલીસ ભપકાદાર નહીં, પણ સારી છે. લંડનની પિોલીસ દુનિયામાં અજબ ગણાય છે. બલિંનની દરેક શેરીમાં ઝાડ પાન ઘણું, મેટા રસ્તાઓ ઉપર ઝાડ ઘણું, પારિસના બુલવા જેવા રસ્તાઓ અને સામાન્ય શોભા બહુ સારી. મોટા મોટા બે સ્ટેરે છે અને બાકી વેપાર સાધારણ રીતે સારો ચાલે છે.
એક મેટી મારકેટ છે અને Gendarmen મારકેટ કહે છે. આગળ જતાં ફ્રેન્ચ અને જર્મન કેથી ડૂલ આવે છે. વચ્ચે મેટો બાગ છે. બન્ને દેવળો એક સરખા એક નમુનાનાં બાંધેલાં છે. રિયલ કોમેડીનું થીએટર ઘણું મોટું છે. હાલ બંધ છે. પછી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com