________________
રામ
વેનિસ માટે પ્રકીર્ણ
૩૨૩
આજ રીઝર્વ મળશે કે નહિ, તેની શ ંકા બતાવી. મારે કાંઇ ખાસ કાર્ય નહેાતું અને એકલા ક્રૂરવાનું ગમે તેમ પણ નહતું.
કેટલીક ચીજો જોઈ, કાંઈ ખરીદી, રીઝર્વમથ ન મળે તે ૨૬ કલાકની મુસાફરી કરવામાં અડચણ પડે અને ખાસ કરીને એકલા જવાનું હતું એટલે પૂરતાં સાધનની જરૂર હતી. સાડાત્રણ વાગ્યે ખબર મળ્યા કે રીઝવખથ મળે છે. કાંઇક ખરીદી કરી, ચાલવાની તૈયારી કરી અને ગાંડેલામાં એસી સાંજે છ વાગે વેનિસના સ્ટેશનપર આવ્યેા.
વેનિસ શહેર એક વખત જરૂર જોવા લાયક છે. એની ખૂબિ તદ્દન ન્યારી છે, એના જળમાર્ગી અભિનવ છે, એની ગાંડાલા નૂતન છે, એની કળા આનંદ ઉપજાવે તેવી છે અને એની વિવિધતા આશ્ચર્યચકિત કરે તેવી છે.
વખતના સંકાચને કારણે મારે વીએના, મ્યુનીચ, લાઇ ઝીગ, એડન અને હેમ્બર્ગ-એટલાં શહેરા છેાડી દેવા પડયાં. એ દરેક સ્થળે મારે સ્કેલરેતિ મળવાનું હતું. મને ટાઇમ નહેાતે અને પ્રોફેસરા ઉન્હાળાની રજાને કારણે બહાર ફરવા નીકળી
ગયા હતા.
જો તા. ૨૭ મી ઓગસ્ટની સ્ટીમર ન પકડું તે એક માસ વધારે થતા હતા અને જોવાનુ તે આમ પણ ઘણું રહી જતું હતું: રામની નજીક નેપલ્સ અને વીસુવિયસ છે।ડયા, ઉપરાંત સ્વીડન, તારેં, કાન્સ્ટાન્સીનેપલ અને ફેરી એલેકઝાન્ડ્રીઆ પણ છેાડી દેવાં પડયાં હતાં. અને તે ફરીવાર આવવાનું થાય ત્યારે આ શહેરા જોવાની અભિલાષા રાખી ટુંકી નવી ટુર ગાઠવી દીધી.
OK
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com