________________
વેનિસ
કાચકામ-લેસવર્ક
૩૨૧
Church of Frari
ફારીનું દેવળ સુંદર છે. એમાં ટીશીયનનું મેન્યુમેન્ટ બહુ જોવાલાયક છે. અહીં કબ્ર છે. Church of Jesuits.
જેઝયુઈટોનું દેવળ આરસના નકશી કામને નમુનો છે અને ખાસ જોવાલાયક છે.
એ ઉપરાંત s. s. Giovanni બતાવવામાં આવે છે.
બરીઆલ બ્રીજ' (Rialto Bridge) બાયરને સુપ્રસિદ્ધ કરેલ છે, ત્યાં ગેડિલા જાય છે. તેની બાજુમાં એક ઘર છે તેને શાક (Shylock)-મરચન્ટ ઓફ વેનિસના ઘર તરીકે બતાવવામાં આવે છે. વાસ્તવીક રીતે શાયલેક શેક્સપીઅરની કલ્પનાનું પાત્ર છે; એટલે વેનિસના ગમે તે ઘરને શાયલોકનું ઘર કહી શકાય !!
વેનિસમાં આ ઉપરાંત યુનિવર્સિટિ અને ગેલેરી જોવા લાયક છે. અહીંથી સ્ટીમરમાં ઘણું જગ્યાએ મેજ (એકસર્જન કરવા જઈ શકાય છે. વેનિસ માટે પ્રકીર્ણ
વેનિસમાં ગડેલામાં ફરવાનું પાર્ટી સાથે થાય છે ત્યારે ઘણી મજા આવે છે. ઠેકાણે ઠેકાણે ચઢવા ઉતરવામાં વખત ઘણો જાય છે પણ જોવાની મજા બહુ આવે છે. અમારી ગેડેલામાં ગાઈડ અમારી સાથે બેઠા હતા એટલે અમને એણે ઘણી માહિતી આપી.
સાંજના “પાઉલી કંપનીનું આરસ અને વીજળીના કામનું કારખાનું” બતાવ્યું. સવારે લેસ વર્ક બતાવ્યું. લેસ વર્ક છોડીએ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com