________________
૩૨૦
યુરોપનાં સંસ્મરણે
ઈટાલિ
છે. વેનિસની સ્કૂલને અહીં ખ્યાલ આવે છે. અહીં દશની અને ત્રણની કાઉન્સીલના રૂમે છે તે ખાસ જોવા લાયક છે.
પછી કેદખાનાં બતાવવામાં આવે છે. ત્યારપછી Bridge of sighs-નિસાસાને પુલ આવે છે. સદર કેદખાનામાં રાજધારી કેદીઓને પૂરવામાં આવતા હતા અને તેમને ત્રાસ આપવામાં આવતું હતું. જૂના વખતમાં કેવી આપત્તિઓ હતી તેટલા પૂરતું જ એ જોવા લાયક છે. મનમાં ગ્લાનિ થવા સિવાય વિશેષ લાભ આ કેદખાનાને કે સદર પુલને જોતાં થતું નથી.
બપોરની સહેલગાહ ગેડેમાં કરવાની હતી. ગેડેલા કુફ તરફથી કરવામાં આવી હતી. દરેક ગેડિલામાં પાંચ પાંચ સહેલાણીઓને બેસાડવામાં આવતા હતા. પોતાની ગડેલાને નંબર યાદ રાખવાને, કારણ કે ચાર પાંચ વખત બેસવાનું અને ઉતરવાનું હતું. સેટ માર્કની સામેના કાંઠા (લેગ્યુન) પરથી અમે ગોડલામાં બેઠા. atel H11241 Santa Maria delia saluta.
એક બેટ પર દરિયાની વચ્ચે ગ્રાંડ કેનાલમાં “સાંટા મારીઆ નું દેવળ જોયું. વેનિસમાં અગાઉ મેટી મરકી થઈ હતી ત્યારે આ દેવળ બાંધવામાં આવ્યું હતુ. ખાસ કરીને એની બાજુના ભાગમાં બહુ સુંદર આરસનાં પુતળાં છે. અને તેલ પણ ઘણે વિશાળ છે. એનું સ્થાન ઘણું સુંદર અને શાંત છે. ગ્રાંડ કેનાલ પર એ આવેલ છે અને સુંદર દેખાય છે. દૂરથી અમારી હોટે લમાંથી પણ તે દેખાતું હતું, કારણ કે તે બરાબર સામે આવેલું હતું. એમાં ટીન્ટોરેટ્ટ (Tintoretto) અને ટીશીયન (Titian) નામના ચિત્રકારનું અસાધારણ ચિત્રકામ જોવા લાયક છે. જમીનપરની ફરસબંધી ખાસ જોવા લાયક છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com