________________
૩૦૨
યુરેપનાં સંસ્મરણો
જર્મની
to give you during your stay at the “Bristol." If you do not like the way this bed is made up, please ask the chamber-maid to change it. You may have it with round bolster and with blankets instead of quilt or in any other manner desired.
આ હકીકત, મુસાફરોની સગવડે જાળવવા કેટલી ઝીણ વટથી અહીંના કારીગરે એકસાઈ રાખે છે, તે બતાવવા લખી છે. પૈસા ચાંપીને લે છે પણ હસાવીને લે છે. પૈસા આપવા છતાં સગવડ ન મળે, એવું અત્રે નથી; તેમજ પૈસા છૂટી પડયા એવું કહેવાને અત્ર અવકાશ નથી. માત્ર તમને યોગ્ય માણસને ફરિયાદ કરતાં આવડવું જોઈએ અને તમારા હકકે સમજતા આવડવું જોઈએ. ત્રણ દિવસ ભૂખ્યા રહે તે કઈ ભાવ પૂછે નહિ, પણ ચાલુ રિવાજથી એક ચીજ વધારાની માગે તો ભાણ ઉપર બીલ આવે, તેમાં સહી કરે તે ચાલતી વખત બીલ ચુકાવવાનું અને નહિ તે ખાતા ખાતા પૈસા આપી દેવાના. પૈસાની બાબતમાં શરમ નહિ, પણ સગવડ કરવામાં પાછી પાની નહિ.
ચાલવાના રસ્તા ઉપર કે રૂમમાં, દાદર કે લીફટમાં, જમવાની જગ્યાએ કે બાથરૂમમાં સર્વત્ર ભારે કિમતની જાજમે બીછાવેલી છે, ઊંચામાં ઊંચી જાતનું ફરનીચર છે, ગરમ ઠડા અને શાવર બાથ છે, બારી આડા પૂરતા પડદા છે અને કપડાં મૂકવા માટે પાટ છે. રાત્રે વાંચવા માટે બાજુમાં શેડવાળી લાઈટ છે અને બાજુમાં ઘડિયાળ રાખવાનું ટેબલ છે તે પર તે રહે છે. ખાનામાં એક વાસણ રાખવામાં આવે છે જેનો ઉપયોગ રાત્રે લઘુશંકા માટે થઈ શકે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com