________________
અલિન
હાયેલ બ્રિસ્ટલ
૩૩૧
અહીં સુવાના પલંગ ઉપર અરધી ગાદી જેવી નરમ આઢવાની ચીજ હોય છે. અરધી રેશમી રજાઇ કહેવાય. એ પાથરી રાખેલી હેાય છે અને એ જર્મનીના ખાસ રિવાજ છે; પણ પડખે જાહેરખબર મૂકી છે કે આ પદ્ધતિએ સુવું ક્ાવે નહિ . તેણે તુરત વેટરને લાવવા એટલે અનુકૂળ પદ્ધતિ પ્રમાણે સુવાનું એઢવાનું ગાઢવી જશે.
એ ઉપરાંત એક ઘણી મજાની સગવડ જોઇ. એક પીળું લેબલ હતું, તેમાં લખ્યું હતું કે
Hotel Bristol
Do not Disturb
પછવાડે લખ્યું હતું કે— NOTICE.
Guests not wishing to be disturbed for a while by employees are requested to hang this notice on the outside latch of the inner door, and to replace it after use.
Also advise telephone department.
એટલે તમારે ખાસ લખવું વાંચવું હાય અથવા વિચાર કરવા હાય તા બહાર નોટિસ મૂકવી. નોટિસ એટલે પીળુ' લેખલ.. એ લેબલ બહાર ટાંગ્યું હોય તે કોઇ અડચણુ' કરતું નથી. અહારનું બારણું ડબલ હાય છે.
સુવાના પલંગ ઉપર નીચે પ્રમાણે નાટિસ મૂકી છે:
All the comforts of your home, what we wish
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com