________________
૩૨૮
યુરેપનાં સંસ્મરણે
જર્મની
પણ પુષ્કળ છે. એની ખરી ખૂબી જમીનના ચાસ પાડવામાં છે. જમીન પર જાણે લીલો મખમલ પાથર્યો હોય એવી માઇલો સુધી લીલેરી દેખાય, પણ તેમાં વર્ણભેદ ઘણા પડે; ચતુષ્કોણ અને સમ ચતુષ્કોણોનો તે પાર નહિ. જુદાં જુદાં વાવેતર એટલાં કે ડુંગરા ટેકરાને પણ વાવ્યા વગર છોડયા નથી. ચારે તરફ નહેરો અને પુલનો પાર નહિ અને આ પ્રદેશ ઘણો સુંદર લાગે. મ્યુનીસ મૂક્યા પછી પર્વત ન આવે પણ નાની ટેકરીઓ અવાર નવાર આવ્યા કરે. ઝાડનાં ઝુંડે તે એટલાં કે જુઈ (જુહુ) જેવાં એક સરખાં દેખાવનાં વન સેંકડો જોયાં હશે. ખેતર ન હોય તે વન હોય અને તેને પણ લાકડા વિગેરે માટે બરાબર ઉપયોગ કરે છે. લડાઈમાં જર્મનીને જરા પણ નુકસાન થયું હોય તેમ લાગતું નથી, તેની જમીને એક પણ બંદુક કે તેપને અવાજ સાંભળ્યો નથી અને ચાર વર્ષ સુધી ચારે તરફ ઘેરે હતો છતાં તે પિતાના પગ ઉપર નભી રહેલ તે તેનાં કુદરતી સૌંદર્ય અને તેને ખીલવવાના ઉદ્યોગને આભારી હતું એમ એની જમીન અને જમીન ઉપર કરેલ મહેનત જોતાં જણાઈ આવે છે. પાણી તે આખા પ્રદેશમાં વહ્યાંજ કરે છે અને નદીઓ કે નહેરો (કેનાલો) આવે તે પણ જબરી અને તેમાં પૂરતા જેસથી પાણી વહ્યા કરે. ઇટાલિના ખેડુતે ઉધમી લાગ્યા પણ જર્મનીની રચના, કુદરત, ઉદ્યોગ અને સંદર્યને પહોંચે તેવું જમીન જોતાં જણાયું નહિ.
તારના થાંભલા ફાન્સ, સ્વીટઝરલાંડ, ઇટાલી, અને જર્મનીમાં લાકડાના છે. જ્યાં લાકડાં ઘણાં હોય ત્યાં લોઢાના શા માટે જોઇએ? ઈગ્લાંડમાં પણ તારના થાંભલા લાકડાનાજ છે પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com