________________
૩૨૬
યુરેપનાં સંસ્મરણે
જર્મની
લાઈટ પણ રાત્રે તે બંધ કર્યા પછી નાઈટ લાઈટ, અંદર મહેતું જોવાનું ગરમ ઠંડા પાણીનું સુંદર ટબ, ચાર ટુવાલ, સાબુ, પાણી પીવાને કાચને કળશે, પાણી ભરેલું, બે ગ્લાસ પાણી પીવા માટે, નીચે સુંદર ગલી અને માથેનાં બે ઓશીકાં તદ્દન સુકોમળ; વાંચવા માટે ફોલ્ડીગ ટેબલ, ઉપર ચઢવા માટે સુંદર નાનો દાદરો, ડ્રેસીંગ ગાઉન મૂકવા માટે ઝોળ અને આ સર્વ ઘણી ડી જગ્યામાં એવી આકર્ષક રીતે ગોઠવેલા હોય છે કે વાત નહિ, પણ સુવાને ચાર્જ ઘણે જબરે અને તે પણ ફર્ટ કલાસના ભાડા ઉપરાંત સમજો. આવી કારમાં ઉધીએ ત્યારે એક રાત ઉંધવાનું કેટલું મેવું પડે છે તેને ખ્યાલ આવે. બારણું બંધ કરીને બેઠા પછી કોઈ વસ્તુને ખપ હોય તે રીંગ કરવાથી એટે. ડન્ટ આવે અને તેને એરર આપી દેવાય. સવાર થાય કે તળાઈ ઉલટાવી નાખી તેનીજ બેઠક (સીટ) બનાવી દે અને ઓશીકા વિગેરે લઈ જાય. બેસવાની જગ્યા પર તદન મખમલ, જડેલો અને તેની જ ઉલટી બાજુએ અંદર તળાઈ સમાઈ જાય. ચેનથી મુસાફરી કરવાની બનતી સગવડ કરી છે.
રાત્રે કાંઈ ન બનાવ બન્યો નહિ. સવાર થતાં પ્રદેશ જે તે જાણે સ્વીટઝરલાંડની સીનેરી દેખાઈ. પર્વત લીલું કુંજર જેવા અને માથે બરફ અને ચારે તરફ વનરાજી ખીલેલી, ખેતરે વાવેલાં અને જળમય અને લીલો જીવતે પ્રદેશ જોઇ આનંદ થયે.
દશ વાગે સવારે મ્યુનીચે આવ્યું. એને Munache કહે છે. સ્ટેશને કલાક રોકાઈ બીજી ગાડીમાં બેસવાનું હતું એટલે સામાન લેંપી સ્ટેશન નજીક ગામ-શહેર જોયું. મ્યુનીચ ઘણું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com