________________
માર્ગે
વાગેલી કાર
૩૨૫
સાંજે સાડા છ વાગે ગેડેલામાં સામાન મૂકાવી હું બેઠ. એક માણસ આખી ગેડેલો ચલાવે. સુકાન વગર દિશાઓ પણ ફેરવે. અનેક શેરીઓ-જળમય રસ્તાઓ છેડી આખરે સ્ટેશને આવ્યું. સ્ટેશને પહોંચતા પોણો કલાક લગભગ થાય છે. ગેડેલાનું વર્ણન અગાઉ કર્યું છે એટલે ફરીવાર લખવાની જરૂર નથી. સ્ટેશને આવી ફર્સ્ટકલાસમાં બેસી ગયો. વાગોલી કાર તે મને રાત્રે દશ વાગે વેરેના સ્ટેશને મળવાની હતી, ગાડીમાં બેસી વાંચવા માંડયું ત્યાં ગાડી ઉપડી, વેનિસ શહેરની ભવ્ય રચના અને સમુદ્ર કિનારે છેલ્લા છેલ્લા જોઈ લીધા. આજે સૂર્ય પ્રકાશી નીકળ્યો હતો એટલે હવાનો વાંધો નહતો.
લગભગ સાડા આઠ વાગ્યા પછી સૂર્ય અસ્ત થયે. દશ વાગ્યે વેરેના ઉતરી ગયો. કલાક પછી ગાડી આવી. વાગેલી કાર (Wagons-lit) ઇન્ટરનેશનલ છે. આખા કેટીનન્ટ (યુરોપ) પર તે જાય છે અને જ્યાં જવું હોય ત્યાંની ગાડીમાં બેસવાનું હોય છે. પછી ટ્રેનો બદલાય પણ આપણે જે ડબામાં બેઠા હોઈએ તે ઠેઠ સુધી જાય. એ ડબાના દરેક ખાનામાં બે બર્થ હોય છે એક ઉપર અને એક નીચે. ડબા સલૂન જેવા મોટા હોય છે અને સગવડને પાર નહિ.
સુવા માટે મેટી તળાઈ હોય છે, તે પર ઓછાડ પાથરેલ હોય છે, એઢવા માટે ઋતુ પ્રમાણે હોય છે પણ સુતરાઉ કવરીંગ અને રગ તે જરૂર હોય છે. કપડાં મૂકવાની પૂરતી ખીંટીઓ, ઘડિયાળ ટાંગવાની નાની હુક, પછવાડે પિતાને રાખી હોય તે સુતા સુતા વાંચી શકાય અને સાથેના પેસેંજરને નડે નહિ તે વધારાને દી, ઉપર વાળાને પણ એવી જ સગવડ, વચ્ચે બે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com