________________
વેનિસ
લિડે
૩૧૭
ઘણાં જરૂરી કપડાં જ પહેરે છે. બધા દેશની સ્ત્રીઓ અને મુસાફરો અહીં મેજ કરવા આવે છે. - નહાવાની જગ્યા સર્વને માટે ખુલ્લી છે. કેબીનનું ભાડું બેસે છે. કાફેમાં ચા કોફી પીવા જવા માટે પણ દાખલ થવાની ફી આપવી પડે છે. એ કાફે બહુ સુંદર છે. અંદર ફેન્સી ચીજોની પચાસ દુકાને બે હારમાં છે. પછી એક સાથે ૫૦૦ માણસ ચા પી શકે એ માટે હેલ છે. આખો દિવસ ઇટાલીઅન બેન્ડ વાગ્યા કરે છે. ઈટાલીનું સંગીત ઘણું વખણાય છે. ખાસ કરીને વાલીન તેઓનું શ્રેષ્ઠ વાજિત્ર ગણાય છે. એ હેલની અગાડી દરિયાની ઉપર મોટો માને છે. એની ઉપર પણ સેકડો માણસો ચા કોફી પીએ છે અને દરિયો નિહાળે છે. આજે તે વરસાદ હતો એટલે એ ભાગ ખાલી હતો પણ ત્યાંથી વરસાદ અને દરિયે જોવાની મજા હતી. ચા પીધા પછી કેટલુંક જોયું. દુકાનમાં ચીજોના ભાવ જોયા તે બહુ આકરા લાગ્યા. ગાડીમાં બેસી બંદર પર આવ્યા. સ્ટીમરમાં બેસી કાંઠે ઉતરી રસ્તો શોધવા લાગ્યા, પણ હટેલ જદી જડે નહિ અને ભાષા આવડે નહિ. થોડા આડા અવળા રખડયા પછી આખરે હટેલને રસ્તો જડે. લિડોમાં એક એકસેલ્સીયર હોટેલ છે તે ખાસ જોવા જેવી છે. એ સર્વથી વધારે ફેશનેબલ’ કહેવાય છે. ત્યાં એક કોન્સર્ટ હોલ છે તેમાં કોન્સેટે સારાં થાય છે એમ અમને કહેવામાં આવ્યું. રાત્રે ડીનર લઈ સુઈ રહ્યા.
કુકની ઓફિસ પીઆઝા ડી’ લીએન્સીનિમાં છે. ત્યાં એકઠા થયા. સવારે તે બધું ચાલીને જોવાનું હતું. આજની અમારી પાર્ટી મેટી હતી, લગભગ ૭૫ સ્ત્રી પુરૂષો હશે. બાજુમાં–
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com