________________
યુરોપનાં સંસ્મરણે ઈટાલિ સેલ ચેલે (નાનાં મંદિરો) ૧૪૭૧ માં સ્થાપવામાં આવ્યાં. એને Sistine chapels કહે છે. સીસટાઈન એટલે સોળ. એમાં ભાકિલ એજેનું લાસ્ટ જજમેન્ટનું ચિત્ર અસાધારણ છે. આ બધાં ચિત્રો જોવા માટે ત્યાં બાંકડા છે. એ ગૃહમંડપ ઘણે મટે છે. એના દશ વિભાગ માઈકલ જેલએ ચિતર્યા છે અને છ વિભાગે બેટિસેલ્લીએ ચિતર્યા છે. બેસીને જોવા લાયક છે. આખો વિભાગ સમજતાં અરધો કલાક થાય છે પણ સમજવા જે છે. આ ચિત્રકામ અસાધારણ છે. બીજી કોઈ જગ્યાએ ભાગ્યે જ જોવા મળે તેવું છે. મંડપની ઊંચાઈ પણ ગંજાવર છે. ગાઈડ આપણને સમજાવે ત્યારે નિશાળના માસ્તર જેવું લાગે છે અને એવા ઘણા વર્ગો એક સાથે ચાલતા જણાય છે.
આ સોળ ચેપલનાં ચિત્રનું વર્ણન પણ કઈ સારી ચેપ ડીમાંથી વાંચવા લાયક છે. સૃષ્ટિને કેવી રીતે બનાવી અને છેવટે એડમ અને ઇવ કેમ બન્યા એનું જીવતું ચિત્ર અહિં જોવાનું છે. એમાં કળાકાર કલ્પનામાંથી કેવી કળા ઉપજાવી શકે છે એનો ખ્યાલ કરવા જેવું છે. પ્રથમ વિભાગમાં પ્રભુ (God) પ્રકાશ અને અંધકારને જુદા પાડે છે, બીજામાં તે સૂર્ય અને ચંદ્ર ઉત્પન્ન કરે છે, તેમજ તે પૃથ્વીને વનસ્પતિ ઉત્પન્ન કરવા ફરમાવે છે; ત્રીજા વિભાગમાં જનાવરની ઉત્પત્તિ બતાવી છે; ચેથામાં મનુષ્યની ઉત્પત્તિ બતાવી છે; પાંચમામાં એડમની બાજુમાંથી ઇવની ઉત્પત્તિ બતાવી છે; છઠ્ઠામાં દાનવ-ડેવલને દેખાવ આપે છે, સપોકારે તે એડમ અને ઈવ સાથે વાત કરે છે અને ફળ આપે છે સાતમામાં આ અને આઠમામાં પ્રલયકાળનું પૂર (food) બતાવ્યું છે. નીચે અનેક Prophets બતાવ્યા છે. જેરેમીઓ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com