________________
રિમ
સરગ નીસરણી
Vincole)માં માઇકલ એજેનું મેઝીસનું આરસનું બાવલું ખાસ જોવા લાયક છે. એ એંજેલોએ એટલું સુંદર ઘડયું કે એના દરેક અંગ ઘાટસર અને સૌંદર્યથી ભરપૂર દેખાય છે. કવિ, શિલ્પી, ચિત્રકાર–એંજેલો એના મેહમાં પડી ગયા, એને બેલાવવા પ્રયત્ન કર્યો અને ઉત્તર ન મળ્યો ત્યારે પિતાની હથેડી (chisel) તેને ડાબા પગ પર લગાવી એમ કહેવાય છે. ડાબા પગ પર હથોડીના ઘા દેખાય છે. સેંટ પીટરનું દેવળ આવતી કાલે જોવાનું છે. સરગ નીસરણી.
આજે એક ઘણુ મજાની, આનંદ આવે તેવી ચીજ છેવટે જોઈ. એનું નામ Scale Santa. Church of Sacred Staircase. એનું નામ “સરગ નીસરણુ” કહેવાય. એ ઘણું નાનું મંદિર છે પણ જરૂર જોવા જેવું છે. અંદર ગયા પછી લગભગ ૩૨ પગથી દેખાય છે. દરેક પગથિયું દશ ઇંચ ઉંચું હશે. દાદરની પહેળાઈ લગભગ ૩૦ ફીટની. એના પર દરેક પગથી ચઢવા પહેલાં કાંઈ ભણવું પડે અને ઉપર પહોંચતાં તે દિવસે નીકળી જાય. મારા સમજવા પ્રમાણે પિોપની રજા વગર તે ઉપર ચઢી શકાતું નથી. કેટલીક બુદ્ધી સ્ત્રીઓ ઉપર ચઢતી હતી, કેઈ ત્રીજે કઈ પાંચમે છેડે પગથીએ ચઢી હતી અને આંખો બંધ કરી પ્રાર્થના કરતી હતી. આવી અનેક બાબતે ખ્રીસ્તી ધર્મમાં પણ ચાલે છે. આસ્થા હેય તે કબૂલ રાખે, બહારનાને હાસ્યાસ્પદ અથવા વહેમ જેવું લાગે, પણ આવા ક્રિયાવિભાગમાં ઘણીવાર તક ને અવકાશ હોઈ શકતું નથી. સ્વર્ગ પર ચઢવું હોય તેણે આ મંદિર અવશ્ય ભેટવું જોઈએ. એમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com