________________
શિમ શેલી અને ધ કન્ન ર૯૪ માં ઘણું નાની વયે દરિયામાં ડૂબી ગયો. એની કબ્ર જરૂર જોવા લાયક છે. એની બાજુમાં એને મિત્ર Trelamny દટાય છે.
કીટ્સ (Keats), બીજો અંગ્રેજ કવિ, ક્ષયરોગથી મરણ પામે. તેનું સ્મારક ન કરવું, તેનું નામ ન લખવું એમ તે કહી ગયો હતો તેથી તેની કબ્ર ઉપર લખ્યું છે કે" Here lies one whose name lies writ in water."
1821, Young English Poet.” આ કવિ પણ બહુ નાની વયમાં મરણ પામે.
એની કબથી થોડે દૂર એક મિત્રે નીચે પ્રમાણે કવિતા લખી છે. ટુંબપર તે તેનું નામ ન જ લખ્યું પણ દૂર લખ્યું. Keats ! if thy cherished name be" writ in water” Each drop has fallen from some mourners chick, A Sacred tribute, such as heroes seek Though oft in vain-for dazzling deeds of slaughter Sleep on! not honoured less for Epitaph so week, બહુ ઊડે ભાવાર્થ છે. ટુંબ પર લખવાના લેખને “એપીટાફ કહેવામાં આવે છે. બીજા ઘણા અંગ્રેજોનાં સ્મારક છે પણ તે સર્વની નોંધ લેવાની ખાસ જરૂર નથી. આવા નાની વયના, અસાધારણ પ્રતિભાવાળા કવિરત્નની નેંધ જરૂર લેવી જોઈએ.
સીઝરે બાંધેલા શહેરની ભીંતે અને કલ્લે બાજુમાં છે અને તેની પડખે Pyramid of Cestius છે તે બહુ ઉંચીપિરામીડના આકારની છે અને બરાબર જળવાઈ રહેલ છે. ઈ. સ. પૂર્વે ૧૨ ની સાલમાં તે બાંધેલી છે. એ બહુ ઊંચી દેખાય છે, જોવા લાયક છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com