________________
૨૮૦
યુરોપનાં સંસ્મરણે
ઈટાલિ
જોઈ શકીએ અને એક માસ પણ અધુરો લાગે એવું રેમ શહેર છે. અમારે ત્રણ દિવસ અને ત્રણ રાત રહેવાનું હતું તેમાં જે જોયું અને ગાઈડ વિગેરે પાસેથી સાંભળ્યું તેને કાંઈક અહેવાલ અત્ર લખી નાખે છે.
રોમ ઇટાલિની રાજધાનીને રેમ કહે છે. ઈટાલીઅન ભાષામાં એ રેમાં Roma કહેવાય છે. એની વસ્તી સવા ચાર લાખ મનુષ્યની ગણાય છે. એમાં ટ્રામની સગવડ સારી છે. એની ઈટાલીઅન ભાષા એવી છે કે આપણે જરા પ્રયત્ન કરીએ તે તુરત આવડી જાય. અમારા વખતમાં શબ્દના ધાતુઓ roots શીખવતા હતા એટલે લેટીન શબ્દ ઘણુ આવડે અને અંગ્રેજી ભાષામાં જુજ રૂપાંતર પામતાં ઘણું શબ્દ તે ઈટાલીઅનમાં પરિચિત લાગે તેવું છે. રોમન ભાષા સાંભળવામાં આનંદ આપે તેવી છે.
મુસેલિનિ અત્યારે ઇટાલિમાં મહાન વ્યક્તિ છે. એના જીવન ઉપર ઘણું આક્રમણ થયાં છે પણ એ પૂર જેસથી આગળ વચ્ચે જાય છે. એ અસાધારણ મને બળ ધરાવનાર વ્યક્તિ સંબંધી કેટલીક હકીકત આગળ આવશે તેથી તેનું નામ ધ્યાનમાં રાખવા જેવું છે. પ્રેમમાં હેલની સગવડ ઘણી સારી છે. અમે બેટન હેલમાં રહ્યા હતા ત્યાં અમને એક બાથરૂમ અને બે સુવા બેસવાના એરડા ઉપરાંત એક સ્ટેટમ આપે હતે. તેનું ફરનીચર અને તેની લાઈટ રાજવંશીને પણ શરમાવે તેવાં હતાં. એ હોટેલમાં શેફ (મુખ્ય રસવતીકાર) ઘણે હશિયાર હતું એટલે જે વસ્તુ વેજીટેરીઅન તરીકે તૈયાર કરવાનું કહીએ તે બહુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com