________________
૮૮
યુરોપનાં સંસ્મરણે
ઈટાલિ
ઘરનું એની સાથે સામ્ય ઘણું લાગ્યું. સીઝર કયાંથી નીકળે, એને શુકન કેવાં ખરાબ થયાં, ક્યાં ભરાયે, ક્યાં પડે-એ સર્વ સ્થાને દેખાય છે. સેનેટ હાઉસની જગ્યા પણ દેખાય છે. વેસ્ટલ વરછનનું-મુરલીએનું પવિત્ર સ્થાન (Temple of cybele) દેખાય છે. તેમને નહાવાને કુંડ પણ સરસ છે. એક મેટી જગ્યા આવે છે તે સીઝર પસાર કરી ગયે. અને પછી ક્યાં તેનું ખૂન થયું અને Thou too Britus ! એ બેલ્થ એ જગ્યા પણ બતાવે છે. જે સ્થાને એને રાજ્યારોહણ સમારંભ થવાને હતું તે જોઈએ છીએ, ત્યાં પહોંચવા પહેલાં એ ખલાસ થઈ ગયો અને ન જાને જાનકીનાથ! પ્રભાતે કિં ભવિષ્યતિજેવી હકીકત બની ગઈ રાજ્યના અભિષેકને બદલે લોહીની નદીઓ ચાલી. એ સર્વ ઈતિહાસપ્રસિદ્ધ વાતનું સ્થાન બરાબર બતાવાય છે. એની સામે એક બાજુ ભાષણ કરવાનું રાસ્ટ્રા (Rostrum) બીજી બાજી સેનેટ હાઉસ અને સામે વેસ્ટલ વરછનનું સ્થાન-એ સર્વ જગ્યાઓ દેખવામાં આવતાં મનુષ્યને સંહાર, જીવનની અસ્થિરતા, કીર્તિના કિલ્લાઓ, કાળની ગહનતા અને લાભની પરિસીમાના હૃદયદ્રાવક પ્રસંગો મગજમાંથી પસાર થાય છે.
કિલ્લાને-પેલેઈનને જોતાં બે કલાક થયાં. અનેક વાતો સાંભળી. માથે સૂર્ય પ્રકાશી રહ્યા હતા. ગાઈડ ઘણો હશિયાર અને માહિતગાર હતો. લંચ લેવાનો સમય થયો હતે. ઇતિહાસની વાત છેડી હેટેલને માર્ગે પડયા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com