________________
214. Rome-Boma.
હોટેલમાં આવી લંચ લઈ સ્ટેશન આવ્યા. કલેક રૂમમાંથી સામાન લઈ લીધો. ૧-૨૨ બપોરે ગાડી ઉપડી. રોમ ક. ૭-૫ રાત્રે આવ્યું.
બેસ્ટન હોટેલ (“Hotel Boston')માં ગયા. સ્ટેશનથી દશ મીનિટને રસ્તે છે. રસ્તે ઘણે સારે છે. વચ્ચે બે ત્રણ ઘણું મજાના ફુવારા આવ્યા.
રોમ શહેરની વસ્તી અત્યારે સવાચાર લાખની ગણાય છે. એને Eternal City “સર્વકાળનું શહેર કહે છે. એના સંબંધમાં લખતાં એક કર્તાએ લખ્યું છે કે રામને એક દિવસમાં બાંધવામાં આવ્યું નહોતું અને રોમ એક દિવસમાં જોઈ શકાય તેવું નથી. Rome was not built in a day & Rome cannot be done in a day. આ હકીકત તદ્દન સાચી છે. રોમ ઘણું પુરાતન અને ઐતિહાસિક શહેર છે અને તેમાં જોવા તથા સમજવા જેવી વસ્તુઓ એટલી બધી છે કે એને જોતાં પાર આવે તેમ નથી. એની સાથે રોમન આખો ઈતિહાસ અને યુરેપના ખ્રિસ્તિ ધર્મનો ઈતિહાસ એવી રીતે ગુથાયેલા છે કે એને જોતાં અને સમજતાં દિવસો નીકળી જાય. ઓછામાં ઓછા છ દિવસ રહીએ તે માત્ર બહુ અગત્યની ચીજો રોમમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com