________________
પીઝા તે મિનારે
૨૭૭ પ્રતિધ્વનિ (echo ) બહુ લાંબે વખત ચાલતું હતું. ત્યાં અવાજનું દશવાર પુનરાવર્તન થતું હતું. મારા મિત્રે પણ ગળાના અવાજ કર્યા. બરાબર લાબે પડ પડતો હતો. એમાં એક કરાર આરસનું પુલ્વીટ બહુ મજાનું છે. તેની કારગિરી સુંદર અને ભાવવાહી છે.
પણ પીઝાની સુંદર ચીજ તે એને ઢળતો મિનારે Leaning tower (લીનીંગ ટાવર) છે. એને Campanile પણ કહેવાય છે. એ ઘણે આડે ટાવર છે. એના આઠ માળ છે. કુલ પગથીઆ ૨૮૭ છે. ત્રણ માળ સુધી તો માળની સપાટ ભૂમિ પણ આપી છે પણ ચોથા માળથી સપાટ ભાગ સીધે આવે છે. એટલે ટાવર બન્યા પછી નમી ગયું કે બના
જ વાંકે તે સમજાતું નથી. જમીનમાંથી ધરતીકંપ સામે બચાવ માટે પણ તેમ કર્યું હોય એમ ધારવામાં આવે છે. કડીઆની દેરી (પ્લમ લાઈન) મૂકીએ તે ૨૫ ડીગ્રો વાંક છે. તેર ફીટ આડે જાય છે. અતિ આશ્ચર્યકારક ચીજ છે. ઉપરથી આખા શહેરને અને દૂર આવેલે કરાર પર્વત જેમાંથી કરાર આરસ નીકળે છે તેને બુદેખાવ–મજાને છે. સડક, રેલવે, ખેતર, અને ગામ બહુ મજાનાં દેખાય છે. આ ટાવર પર ચઢતાં દરેક માળે એક ફેરે મારીએ એટલે બહુ થાક લાગતો નથી. ઉપર સાત મોટા ઘંટા છે તેના દરેકના સુર બહુ ભિન્ન પણ સાંભળવા ગમે તેવા છે અને તેમાં વાજા વાગે છે. એમાંને એક ઘંટ વજનમાં છ ટન છે એમ કહ્યું. લીનીંગ ટાવર દુનીઆપરની એક અજાયબી છે અને જરૂર જોવા લાયક છે. ગેલીલીઓએ આ ટાવરને આકાશ પ્રચારના અભ્યાસને અગે ઘણે ઉપયોગ કર્યો હતો એમ કહેવાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com