________________
યુરેપનાં સંરમારણે
ઇટાલિ
રસ્તે જતાં મેટા ભવ્ય મકાન સામે Unknown Soldier અજાણ્યા સિપાઈની એક બહુ સુંદર કબ્ર બનાવી છે. છેલ્લી લડાઈનું એ સ્મારક છે. ઈટાલીઅને એ કબ્રને ઘણું માન આપે છે. આ આખે ચેક અને કબ્ર ખાસ જોવા લાયક છે. નેચુન દરિયાને દેવ નું મંદિર ઘણું પુરાણું અને જોવા લાયક છે. રસ્તામાં ચાલતાં સાત જગ્યાએ મોટાં મોટાં સ્મરણ તંભે આવે છે. એને બેલ Obelisk કહે છે. એ દરેકનો ઈતિહાસ જાણવા લાયક છે. એની ઊંચાઈ ૫૦-૬૦ ફીટથી વધારે હોય છે. એના પર જનાવરનાં ચિત્ર જેવું લાગે છે, પણ પૂછતાં સમજાય છે કે એ ચિત્ર નથી પણ ઈજીપ્શીઅન ભાષામાં લખેલા લેખો છે. ઈજીશીઅન લેકની અસલ લિપિની એવા પ્રકારની હતી. એ દરેક કલમ-થાંભલા બહુ ઊંચા અને ભવ્ય લાગે છે. ઈજીપ્તમાંથી એને રેમમાં લઈ આવ્યા છે. અસલના વખતમાં આટલા મોટા થાંભલા પ્રેમમાં આટલે દૂર કેવી રીતે લઈ આવ્યા હશે તેને ખ્યાલ થી જરા મુશ્કેલ લાગે છે; પણ વેટીકનમાં ચિત્ર છે તેમાં એવા મેટા એબેલોને કેવી રીતે વહાણમાં ચઢાવવા ઉતારવામાં આવતા હતા તેની વિગત નજરે જોઈએ ત્યારે રોમ ઈસ્વીસનની પૂર્વે પણ અનેક કળાને ભંડાર હતું એમ જરૂર લાગે છે. એને સમજવા ગ્ય ઈતિહાસ છે.
રસ્તામાં Marcus Aurelius માર્કસ ઓરેલીયસનું ઘેડા પરનું પૂતળું (Equestrian Statue) બહુ સુંદર છે. ઘોડા પરના જે અમુક પુતળાંઓ વખણાય છે તેમાંનું એક એ
છે. એ પુતળાને બહુ બારિકીથી જોવા લાયક છે. એમાં સારી - રીતે બારિકીથી કારીગિરી કરેલી છે. અને ઈસ્વીસનના શકની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com