________________
મિલાન
સાસા ડ પવીત્યા
ગિરીવાળા કળાકાર હોય તે જ એ ચિત્રે કરી શકે. ઘણુંખરાં બાઈબલનાં ચિત્રો હતાં અને દરેક ગેખ-રૂમમાં એક આરસને ઘણી સારી નકશીવાળા (ઓલ્ટર) ભેગ ધરાવવાની જગ્યા હતી. એ નકશી બહુ જોવા લાયક હતી. આ દેવળ ખાસ જોવા લાયક છે અને મિલાન આવનારે અરધો દિવસ એ જેવા પાછળ પણ ગાળવા જેવું છે. ટ્રેનમાં જવું ઘણું સસલું પડે છે. એ મંદિર ૧૩૮૬ માં ગીવાની વસ્કેન્ટી નામના ડયુકે બંધાવેલું કહેવાય છે. એનું ઘણું સુંદર ચિત્ર પણ ત્યાં છે. એના વચ્ચેના ભાગમાં એક સુંદર ચિત્ર છે તેનું કામ અજબ છે. એના (acade) મુખભાગમાં ગોથીક અને રેમન સ્ટાઈલ છે. સેંટ સેબાચીઅન અને સેંટ ક્રિસ્ટોફરનાં ચિત્રો અંદર દાખલ થતાંજ આવે છે તે પણ બહુ ભાવવાહી છે.
પિવીઆ જંગલમાં આવેલું છે. જ્યાં આ દેવળ છે ત્યાં તે સે દેહસે ઘરજ છે. નહેરની ઉપર આવેલું છે. એને Wilderness of beautiful workmanship કહેવામાં આવે છે. અતિ સુંદર કારગિરી જગલમાં પડી છે.
ત્યાંથી પેવીઆ શહેર પાંચ માઈલ દૂર છે. એમાં ૧૩૦૦ ની સાલથી સ્થપાયેલી ઇટાલિની જૂનામાં જૂની યુનિવર્સિટિ છે. અમે એ યુનિવર્સિટિ પણ જોઈ અમે ખાસ એક પ્રોફેસરને મળવા ગયા હતા. એ ન મળ્યા પણ એમને ઘેર જઈ આવ્યા. આજના આખા દિવસમાં ઘણું મહત્વની જગ્યાએ જોઈ ડુમે, સીમેટરી અને પેવીઆનું દેવળ એ ત્રણે ખરેખર જોવા લાયક હતા.
સાંજે પાછા હટેલ ડુડમાં આવી હટેલની બહાર પણ કંપાઉન્ડની અંદર ટેબલ બીછાવેલાં હતાં તે પર જમ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com