________________
ર૭૨ યુરેપનાં સંસ્મરણે ઈટાલિ વનાર ગાઈડ હશિયાર હોય તે થોડા વખતમાં ઘણું જોઈ શકાય છે. સંગ્રહને બહુ સુંદર રીતે જાળ છે.
એની અંદરથી Pitti gallery માં જઇ શકાય છે. તે ઘણી દૂર છે પણ અંદરથીજ રસ્તો કાઢે છે. રસ્તાના કેરીડરમાં સેંકડે ચિત્રો આવે છે તેના ઉપર ચાલતા નજર નાખતા જવી. એમાં રોમના રાજાનાં અને પાપનાં ચિત્રો ઘણાખરાં આવે છે. Franciscan church of santa crose 247 Loggia dei Lanzi પણ જોવા લાયક છે.
ફરેન્સ જતાં એક વાત મગજ પર બરાબર ઠસે છેઃ અર્ટ–કળા શી ચીજ છે તેને યુરોપીઅોને સુંદર ખ્યાલ આવે અને તેને જાળવી રાખવા તેમણે ઘણે સારે પ્રયત્ન કરેલ એમાં જરા પણ શક નથી. જે પ્રજા એક પેઇન્ટીંગના ત્રીશ ચાળીશ હજાર પાઉન્ડ આપી શકે તેને કળાની કેવી કદર હશે તે વિચારવા જેવું છે. એ પ્રજાનું ખરું ધન કળાવિભાગના પિષણમાં બરાબર વપરાય છે અને ચિત્ર કે શિલ્પ કેવું હોય તે તે સમજે છે. એક માણસ ઉભે હોય તે તેના અંગ પ્રત્યંગ કેવાં હોય તેને અભ્યાસ કરે છે અને anatomy શારીર શાસ્ત્ર તે એટલું સારું જાણે કે માપ વગરનું એક અંગ ન હોય. બે ઈંચના શરીર પર ચાર ઈચની પાઘડી યુરોપમાં છેજ નહિ. પ્રત્યેક શિલ્પ મનુષ્યને માપીને ઘાટસરનું કર્યું છે. રંગ પૂરવામાં ભાવ એવો લાવે કે દરિયે બતાવવું હોય તે બરાબર બતાવે, જંગલ હોય તે જંગલ. એ જેનારની કલ્પના ઉપર છોડવામાં આવતું નથી પણ ચિત્રમાં બરાબર બતાવવામાં-ઉતારવામાં આવે છે. ચિત્રને દૂરથી જોવામાં આવે છે. જ્યાં ખાવાના વાંધા હેય તે પ્રજાને કળાની કિંમત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com