________________
૨૫૬
યુરોપનાં સંસ્મરણે
ઈટાલિ સ્વીટઝરલાંડ જેવું હતું તેથી અમારી નજરે સ્વીટઝરલાંડ આજેજ છોડીએ છીએ એમ લાગતું હતું.
સ્વીટઝરલાંડની વસ્તી ૪૦ લાખની ગણાય છે. આ પ્રજાનાની છે પણ ઘણી ઉદ્યમી છે. એની હોટેલ ઘણું સુંદર અને સારી વ્યવસ્થાવાળી હોય છે. હોટેલનાં સ્થાને પણ બધી જગ્યાએ મેટા સરોવર ઉપર આવેલાં છે અને તેમની સામે ઘણું સારે બગિચે હોય છે એટલે એકંદરે કુદરતનાં સંદર્ય સાથે મનુષ્યકૃત ખૂબિઓનું મિલાવટ બહુ સુંદર દેખાય છે. હેલના ભાવ આકરા તે ખરા. લડાઈ પહેલાના ભાવે કરતાં લગભગ બેવડા છે પણ સગવડ ઘણી જળવાય છે. હિંદીઓની સગવડ પણ બહુ સારી રીતે જાળવે છે; જરા પણ ભેદભાવનું નામ નહિ અને આપણે વેજીટેરીઅન તરીકે રહેવાનું જણાવીએ એટલે તે પ્રમાણેની બધી સગવડ ખાસ કરી આપે છે. એને જુદે વધારે ચાર્જ કાંઈ આપ પડતો નથી.
આ સૃષ્ટિસંદર્યમાંથી નીકળી હવે મનુષ્યકૃત ભાઓ અને કળાના નમુનાઓ જેવા જવાનું હતું. જંગલ, પહાડ, નદી, સરાવર, વહેતાં ઝરણું, ઝાડ, વૃક્ષ તથા ઘનઘટાને બદલે મેટાં શહેરેની ધમાલમાં પડવાનું હતું. એક વાત મને ચોક્કસ લાગી કે જે પ્રથમ ઇટાલિઈ પછી સ્વીટઝરલાંડ ગયે હેત તે વધારે સારું હતું, ઇટાલિમાં સૃષ્ટિસૌંદર્યને સ્થાને સ્થાપત્ય કળાના અને શિલ્પના ઘણુ નમુનાઓ જેવાના હોય છે, તે જોયા પછી જે સૃષ્ટિસંદર્ય જોવાનું થાય તે વધારે રસ આવે. બીજી વાત એ પણ ધ્યાનમાં રાખવાની છે કે સ્વીટઝરલાડમાં બનતા સુધી અજવાળીઆ પક્ષમાં જવાય તે વધારે સારું. તેમાં પણ આઠમથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com