________________
યુરોપનાં સંસ્મરણે
ઈટાલિ
જ વખણાય છે. આમાં એક બેસી નામના ચિતારાએ વીચીના લાસ્ટ સપરનાં ચિત્રની નકલ મૂકી છે પણ અસલ પાસે એની. કાંઇ કિમત નથી. આ પીકચર ગેલેરીમાં પાર વગરના ખડે છે. સાત એરડા તે એકલા લોમ્બાર્ડ અથવા મિલાન સ્કૂલનાં ચિત્રનાં. છે અને ઘણું ચિત્ર ખાસ જોવા લાયક છે. દીવસેની ફુરસદ હેય. તેજ આ ગેલેરી ધારી ધારીને જોઈ શકાય. ટીશીયન (Titlan) નામને ચિત્રકાર તથા બીજા ઘણા ચિત્રકારે આ લબાડ સ્કૂલના થઇ ગયા, તેના જેવા લાયક ચિત્રના નમુના આ ચિત્રશાળામાં છે. અહીં બીજી ઇટાલિયન સ્કૂલનાં ચિત્રોના પણ ત્રણ ઓરડા છે. કેટલાંક ભીંત ઉપરનાં ચિત્રકામ ફેસ્ક-પણ મજાનાં છે.
અહીં સુલેહની કમાન arch of peace (Sam-- pione) બહુ સુંદર છે. એની નીચે થઈને પસાર થઈએ ત્યારે પિરિસની આર્ચ-માનવાદ આવ્યા વગર રહે નહિ. અરિના (arena) આંગણુ–સામેથી દેખાય છે. સેંટ એટેરજીઓ (St. Eustorgeo)નું દેવળ અને સેંટ એ જીઓનું દેવળ ઉપર ટપકે જોઈ નાખવા જેવાં છે. .
મિલાનમાં મને સૌથી વધારે આકર્ષક સ્થળ એનું કબ્રસ્તાનસીમેટરી (Cemetery) લાગ્યું. એનું નામ Cimeter. Monumentale છે. એ શહેરથી દેઢ માઈલ દૂર છે. જરૂર જોવા જેવું છે. એ ડુમથી ચઢતું ન હોય તે પણ એની. અગત્ય જરા પણ ઓછી નથી. એણે પચાસ એકર જમીન રેકી છે. એને દાખલ થવાને દરવાજે ઘણે સુંદર છે. અંદર એકએકથી. ચઢીઆતી લગભગ આઠસે કબરો છે. એ નાની મોટી દેરીએ જેવી હોય છે, દરેકના આકાર જૂદા હેય છે, દરેક કળાથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com