________________
મિલાન
પ્રસિદ્ધ કબ્રસ્તાન
ભરપૂર અને શિલ્પના નમુના રૂપ છે. કેટલાક પર પૂતળાં મૂક્યાં છે. કોઈ દીકરી માતાને યાદ કરે છે, કોઈ પત્ની પતિને રડે છે, દરેક ભાવ અજાયબીમાં ગરકાવ કરે તેવા છે. કેટલીક દેરીઓ નાની છે. કેટલીક ઘણી મેટી છે. કરોડો રૂપિયા ખરચીને સ્મરણસ્તંભે ઊભાં કર્યા છે. કુટુંબવાર કેટલીક સ્તુપ છે જેની અંદર દાટવાની જગ્યા હોય છે. પત્નીને દાટી હેય તે પડખે પતિની જગ્યા ખાલી રાખી હેય. ઘણીખરી દેરીએ કરારા આરસની અને કઈ કઈ ગ્રેનાઈટ, ભારે રંગબેરંગી રશીઅન આરસની છે અને દરેક જોવા લાયક છે.
અખંડ શાંતિને શોભે અને વધારે તેવાં ઝાડે, વચ્ચે સુંદર રસ્તા અને આખે દેખાવ ન ભૂલી શકાય તે, બહુજ શાંત, ગંભીર, કરૂણા ઉત્પન્ન કરે તેવો અને અખંડ શાંતિનું ભાન કરાવે તે છે. એમાં ઝાડે પણ કબ્રસ્તાનને વેગ્ય નાખ્યાં છે. કેટલીક જગ્યાએ ચેરીટિને ચીતરી છે, કોઈ દીકરી આંસુ પડે છે, એક જગ્યાએ હળ લઈને એક માણસ હાંકે છે, કાંઈ દેખાવેને તે પાર નથી. એક ગુજરાતની લેખિકાએ એ જગ્યાએ ભરવું પસંદ કરેલું તેમાં તેણે કાંઇ વધારે પડતું લખ્યું હોય તેમ લાગ્યું નહિ. અખંડ ગંભીરતા ઉત્પન્ન કરે, મરણની શાંતિને ભાસ આપે એ એને આખે આકાર છે. એના કેટલાંક ચિત્ર લીધાં છે તે જરૂર જોવા લાયક છે. વર્તમાન મિલાની શિલ્પના નમુના તરીકે આ સર્વ સ્તુના ફોટા સંગ્રહી રાખવા લાયક છે.
બપોરે મારા મિત્રના આડતીઆને મળવા બજારમાં ગયા. ત્યાં બજાર વચ્ચે મારકેટ જોઈ. એની ફરસબંદી પથ્થરની પણ રંગીત છે. એની ઉપર ચાર માળ ઉપર કાચને કમાનદાર મકાન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com