________________
૨૫૮ ચુપનાં સંરમર ઈટાલિ નજીવી અને મુંબઈ જેવું બધે ઝાકઝમાળ લાગે છે. શહેરના રસ્તાઓ પણ સારા છે. ઘરને ત્રણ અથવા ચાર માળો હોય છે. લબાડ પરગણાનું ઇટાલિનું આ મુખ્ય શહેર છે. શહેરમાં વેપાર પણ સારે છે અને શહેર સુઘડ અને સુંદર દેખાય છે. શહેરમાં પ્રમ, ટેક્સી તથા ગાડી ઘણી મળે છે અને ભાડાના દર રીતસરના છે. એનું ઈટાલીઅન ભાષામાં નામ Milano મિલાને છે. એમાં રેશમ વિગેરેનાં ઘણાં કારખાનાં છે અને એમાં ધનવાને પણુ ઘણુ વસે છે. ઈલિમાં એ કારણે આ શહેરની અગત્ય ઘણું ગણાય છે. એને ઈતિહાસ પણ ઘણે જાતે છે.
હેલની બહાર મેટે ચેક અને તેની બહાર મેટ દરવાજે છે. આજે સાર-ઉઘાડવા દિવસ હોવાથી જમવાનું સાંજે એ ચેગાનમાં હતું. એમાં વીજળી પણ ગોઠવી છે એટલે દરેક ટેબલની નીચેથી પ્લગ દબાવવાથી વીજળી આવે છે અને જમતાં હોએ ત્યાં એક સાથે દિવા થઈ જાય છે. ટેબલ લેપ ઉપરના શેડ પણ ઘણું સરસ હોવાથી આખો દેખાવ રમણીય થઈ રહે છે.
બીજે દીવસે સવારે ઉઠી કુકની સવારની સહેલગાહ લીધી. સર્વથી અગત્યનું સ્થળ અહીં ડમોનું દેવળ છે. Piazza del duomo નામના લતામાં તે આવેલું છે. એ મંદિરનું દેવળનું વર્ણન કરવું મુશ્કેલ છે. એનું ચિત્ર જેવાથી પણ એને ખ્યાલ આવી શકે તેમ નથી. એની બરાબર સામે વિર ઈમેન્યુઅલનું ઘણું સુંદર પુતળું છે. એના દરવાજા લેઢાના છે. એના ઉપર આખું બાઈબલ લોઢાના ઉતાર કામમાં ઉપાડયું છે. એ દરવાજે ઘણી કારિગીરીવાળે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com