________________
યુરોપનાં સંસ્મરણા
સ્વીટવાંડ
છ વાગ્યે પાછા ચાલ્યા. જે રસ્તે આવ્યા હતા તેજ રસ્તે ગાડી ચાલી. ફરીવાર આખા દેખાવ જોયો. ગ્રામ્ય જીવન, ખેડુતાના ઉદ્યોગ, કામ કરનારાઓને ઉત્સાહ અને સ્વીસ પ્રજાનું જીવન જોતાં આગળ વધ્યા. સીનેમાની ફ્રીમ ઉલટી દિશાએ ચાલતી અનુભવી.
૪૮
અમે યાંગગ્નાઉ ઉપર ફોટા પડાવ્યા હતા તે જર્મન ગૃહસ્થે અમને હ્યુગાનામાં મળવા કહ્યું હતું. હૉટેલ પર્ આવી અમે તેને મળવા ખાસ મેટર કરીને ગયા. તે સામે આવેલ યુજી Eugia નામની ટેકરી પર રહેતા હતા અને કોઈના મ્હેમાન હતા.
સરાવરની બાજુએ થઈ અમે મોટરમાં તેમના સ્થાને ગયા. આખા રસ્તા ઘણા સુંદર હતા. પર્વત પર મેટરમાં ચઢી ગયા. તેમને મળ્યા. તેણે ફાટા તૈયાર કરાવી રાખ્યા હતા. અમે તે અને તેની અસલ ડ્રીમ લીધી, ઘણા આભાર માન્યા અને પાછા હાટેલમાં આવી જમ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com