________________
૨૪૬ યુરેપનાં સંસ્મરણે સ્વીટઝરલાંડ વર દેખાવા માંડયાં. ગાડી ઢોળાવ ફરતી ચક્કર દેતી નીચે ઉતરી જાય અને દેખાવ દૂર હતું તે નજીક આવતે જાય. સીનેમાની ફીલમ જે દેખાવ હતો. માથે સખત તડકો એટલે રિગિ પહાડની ગઈકાલની ઠંડી અને ધુમસ અને આજનાં દશ્ય અને તડકા વચ્ચે સરખામણી થયા કરે. મેગેડાઈના શહેરમાં થઈ આખરે ૪-૩૦ વાગે બપોરે અમે કાને પહોંચ્યા. લેક મેગીઓરીLake Maggiore ઘણું મોટું સરોવર છે. લેકાર્ને શહેરની વસ્તી માત્ર પાંચ હજાર માણસની છે પણ શહેર ઘણું સુંદર, આકર્ષક અને હોટેલોથી ભરપૂર છે. દ્રાક્ષના વેલા તે એટલા જોયા કે તેનાં ખેતર ને ખેતર ભરેલાં દેખાયાં. દ્રાક્ષના ઉમકા લટકેલા, પડખે જુવારી અને મક્કાઈ પણ ઘણી અને પીચના ઝાડે તો પાર નહિ. એ સર્વ જોતાં જોતાં આખરે જે સ્થાને ગઈ સાલમાં એકબરની છડ઼ી તારિખે લોકાર્નોની સુલેહ થઈ તે સ્થાન પર મેટર ખડી રહી.
અમને પ્રથમ ખ્યાલ નહિ કે અમે આવી અતિ મહત્વની એતિહાસિક જગ્યાએ આવ્યા છીએ.
સુલેહની જગ્યા સરવર મેગીરી ઉપર આવેલ છે. ત્યાં ઘણું સુંદર મકાનમાં પહેલે માળે દેશ પરદેશના મુસદીઓ ગયા ઓકટોબરમાં આવેલા. અંગરેજો તરફથી સર એસ્ટન ચેબરલેન હતા, ફાન્સને બ્રાં (Briand) અને ઈટાલિન મ્યુલિની પણ તેમાં હાજર થયા હતા.
અ ફાંક શ લઈ અમને મકાનમાં દાખલ કર્યા અને એક કારકુને સર્વ બતાવ્યું અને કેટલીક વાત કરી. જે ખુરશીઓનો
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com