________________
જીવ યુરોપના અગિ
ર૧૧ કુદરતી દેખાવ જોવા લાયક છે. આ ટેકરીની સામે મેં બ્લાં (Blanc) બરાબર દેખાય છે અને તે બરફથી આચ્છાદિત અને બહુ સુંદર લાગે છે આજે સૂર્ય પૂર બહારમાં પ્રકાશ હેવાથી આખો દેખાવ બહુ સારી રીતે દેખાય. આ સંપૂર્ણ દેખાવ જોવાનું જવલ્લેજ બને છે.
રાત્રે હોટેલમાં આવી પહોંચ્યા. રાત તે નામની કહેવાય, કારણ કે રાત્રે ૯-૩૦ સુધી તે સૂર્ય પૂર બહારમાં પ્રકાશે છે અને જમવાનું તે ૭-૩૦ વાગે હોય છે.
સ્વીટઝરલાંડ આખા યુરોપને બગિ કહેવાય છે તે તદન રોગ્ય છે. એમાં લીલેરી ઘણી છે અને આખો પ્રદેશ પર્વત નદી, અને લીલોતરીથી ભરેલો છે. દક્ષિણ પશ્ચિમને આ જીવને પ્રદેશ રમ્ય છે પણ અંદરનો ભાગ વધારે રમ્ય છે એમ કહે છે. સ્વીટઝરલાડ લડાઈના વખતમાં તટસ્થ રહ્યું હતું. આખું સ્વીટઝરલાંડ કાઠિયાવાડથી વધારે મોટું નથી અને ઘણું ફળદ્રુપ છે. વળી હવે તે લીગ ઓફ નેશન્સને બારણે બાંધેલ છે એટલે દુનિયાના મેટા કારસ્તાની મુત્સદીઓ એને આંગણે વારંવાર આવે છે એટલે તંદુરસ્તીને અંગે તેની ઉપયોગિતા હતી તેથી પણ વધારે રાજ્યકારી અગત્ય અત્યારે તેની થઈ ગઈ છે. એને આંતરપ્રદેશ જોતાં જોતાં આગળ વધીએ. અહીં ચોરને ભય જરા પણ નથી. ઈટલીમાં એ ભય છે એમ પ્રથમથી અમને કહેવામાં આવ્યું છે.
ખૂદ જીનેવ શહેરની અગત્ય ઇતિહાસની નજરે ઘણી કહેવાય છે. એને કાલ્વીનનું શહેર' કહેવામાં આવે છે. સ્વીટઝરલાંડના ત્રણ વિભાગે છે અને ત્રણેની યુનિવર્સિટિઓ જુદી જુદી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com