________________
નેવ ગાઈડ બુકે વિગેરે સહેલગાહની વિગતે સર્વ છાપેલ તૈયાર હોય છે. ગાઈડ બુકો અને નકશા તે એટલા મળે છે કે વાત નહિ. ઘણાખરા મફત મળે છે. હોટેલો તથા કુક જેવી એજન્સીઓ તરફથી સ્થાનિક સહે. લગાહે થાય છે એટલે એક ગામ ગયા પછી શું કરવું કે ક્યાં જવું તેની તપાસની કડાકૂટ પડતી નથી કે તે માટે વખત જો નથી. કેટલીક વેળા તે અમે અમુક શહેર પહોંચ્યા પછી ફક્ત દશ મીનિટમાં દેખાવ જેવા નીકળ્યા છીએ. આપણા તીર્થસ્થાનેમાં આવા ઈતિહાસ, પ્લાને, નકશા અને બતાવનારાની ભેજનાની ઘણી જરૂર જણાય છે. કોઈ પણ આવનારને રસ પડે એવી વિગત સચ્ચાઈની હદમાં રહીને અતિશક્તિ વિના આપવાની ઘણી જરૂર છે. સ્વીટઝરલાંડની નમુનેદાર સગવડને ખ્યાલ આપે એવા અનેક નાના નકશા તથા પુસ્તકે હું લાવ્યો છું જે જેવાથી અત્રે મુસાફરોની સગવડ કેવી સુંદર રીતે સચવાય છે તેનો સહજ ખ્યાલ આવે તેમ છે. અહીં યુરોપમાં તે એકજ વાત છેઃ પૈસા પાસે હોય તે જેવી જોઇએ તેવી સાહેબી ભોગવી શકાય છે. અને તે ફ્રેંચ ભાષા પણ આવડે નહિ એટલે એમ લાગતું હતું કે અગવડ ઘણી પડશે, પણ અત્યાર સુધી તે દરેક હોટેલમાં અંગરેજી જાણનાર મળ્યા છે અને તેનું કારણ એ છે કે અમેરિકન મુસાફરી માટે મોટી સંખ્યામાં આવે છે અને તેઓ ઘણે ભાગે માત્ર અંગરેજી ભાષા જાણનારા હોય છે; આથી પ્રવાસનું ઘણું સાહિત્ય અંગરેજીમાં મળે છે અને ખાવા પીવાની આપદા પણ ભોગવવી પડતી નથી. હોટેલમાં દાખલ થતાંની સાથે આપણે શાકાહારી છીએ અને મચ્છી કે ઈંડાં પણ આપણને ખપતા નથી એમ જણાવીએ એટલે બધી સગવડ થઈ જાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com