________________
૨૨૦ યુરેપનાં સંગમરણે રવીટઝરલોડ કુદરતનું અનુપમ સૌંદર્ય નીહાળતાં એ શિખર ઉપર અરધે કલાક ગા. બહુ વિસ્તારથી આખો દેખાવ દુરબીન અને બાસ્કેપથી જોયો અને પછી તુરત રેલવે સ્ટેશન રોચર ડી નાથી’ આવ્યા.
સ્ટેશન ઉપર ઘણી સારી હોટેલ છે. રાત રહેવું હોય તે રહી શકાય, પણ અમારે તે થોડા વખતમાં ઘણું ઉકેલવાનું હતું નહિત અહીંનો સૂર્યાસ્ત અને સૂર્યોદય જોવા લાયક છે એમ ગાઈડ બુકમાં લખ્યું હતું. હેટલ ઘણું સગવડ વાળી છે. ચા પીને અમે તે ગાડીમાં બેઠા. ઉતરતી વખત એંજીન અગાડી ચાલે છે. ચઢતી વખત પછવાડે રહે. ઠબ ઠબ કરતી ગાડી ચાલી. ધીમે ધીમે નીચે ઉતર્યા. ૪-૨૩ ગાડીમાં બેઠા તે ૫-૪૫ સાંજે ટેરીટેટને સ્ટેશને આવી પહોંચ્યા.
ઉપર જે દેખાવ જે તેનું વર્ણન કરવું મુશ્કેલ છે. આખી સૃષ્ટિ આનંદમાં આવી હસતી હોય, લીલીછમ હોય અને કુદરતની ચારે તરફ બલીહારી હોય ત્યાં પછી બીજી વાત શી હાય! આ દરેક જગ્યાના સ્થાનિક નકશા અને ચિત્રો તથા આલ્બમે ઘણું મળે છે. ખાસ કરીને સ્થાનિક નકશાઓ તે વખતે બહુ ઉપગમાં આવે છે અને એનાં ચિત્ર સંસ્મરણને સચેત કરે છે, ઓગળી ગયેલાં બરફનાં અવશેષ સ્મૃતિપર જડાઈ રહે તેવાં હેય છે અને દુરથી દેખાતા આગ્સને મહિમા વર્ણવો મુશ્કેલ છે. સીમલામાં ઊભા રહી દરથી હિમાળે જો હોય તે કાંઈક ખ્યાલ આવે. અહીંથી આહપ્સની ધાર ઘણી લાંબી દેખાય છે અને બરફ તે જાણે સફેદ ચુનાને મોટો ઢગલે પડે હોય તેવું જણાય છે. આખું દૃશ્ય મનહર, ભવ્ય અને આકર્ષક છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com