________________
ઇન્ટરલોકન ગ્રીડલ વાં , બની ગયે. મંગળવારે સવારે ઉઠયા ત્યાં તે આકાશ વાળાથી ઘેરાયેલું હતું અને વરસાદ સખ્ત વરસી રહ્યા હતે. ગઇ કાલે જાણે અમારી સગવડ માટેજ વરસાદ અટકી ગયો હોય એમ લાગ્યું. આજે મુરેન (muirren) વિગેરે જવાની ઈચ્છા હતી પણ ઠંડીથી શરીર કંપી ઉઠે તેવી હવા હતી. સારી રીતે આરામ લીધે, નહાયા અને પ્રભુસ્મરણ કર્યું. બપોરે પણ એજ સ્થિતિ ચાલુ રહી. બહાર નીકળી શકાય એવું હતું જ નહિ. સાંજે ઇન્ટરલાકન ગામ વરસતા વરસાદે જોયું અને અમારે પ્રવાસક્રમ અમે મિલાન સુધી તા. ૧ ઓગસ્ટ સુધી ગોઠવ્યો હતો તે કુકની
ઓફિસમાં જઈ આગળ વેનિસ સુધી ગોઠવી આવ્યા. જે મિલાન જઈ ગઠવણ કરીએ તે બે દિવસ ત્યાં રોકાવું પડે એટલે એ કામ અહિં જ આટોપી લીધું. આવી રીતે દશ દિવસને આગળની કાર્ય ક્રમ ગોઠવી લીધે.
આવી રીતે મુસાફરીને માટે એક ટાઈમ ટેબલગોઠવી આપે છે તેમાં દરરોજ સવારથી સાંજ સુધી ક્યાં અને કયે વખતે જવું તે ગોઠવે છે અને તેની ટીકિ જૂદી આપે છે. રેલવેની તથા હોટેલોની ટીકિટ સર્વ પ્રથમથી છાપેલી આવે છે તેમાંથી અનુક્રમે એક એક ટીકિટ ફાટતી જાય. અમુક શહેરની સહેલગાહની ટીકિટ પણ આપે છે. પછી તે આપણે કાંઈ કરી લઈએ તે અથવા પાણી (મીનરલ) લઈએ તે તેનું ખરચ માથે રહે. દહીં એકસ્ટ્રા માં ગણાય છે. લઈએ તે પૈસા આપવા પડે. બીલમાં આવે. કરી પણ તેમજ. એ ઉપરાંત ટીપની સહજ રકમ થાય. જે કલાસમાં મુસાફરી કરવી હોય તેની ટીકિટ મળી જાય છે અને હોટેલ જેવા કલાસની લેવી હોય તે ગોઠવી આપે છે. હોટેલ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com