________________
ર૩૪ યુરેપનાં સંસ્મરણે સ્વીટઝરલાંડ અમે ફર્સ્ટ ક્લાસ ઓરડીનરી લીધી હતી અને મુસાફરી ઘણી ખરી સેકન્ડ કલાસમાં કરી હતી.
અહીંની હોટેલો એટલે રાજમહેલ સમજવા. અમે બે વચ્ચે એક બાથરૂમ રાખતા હતા. રૂમ બે રાખીએ તેમાં એક કપડાં મૂકવાનું કબાટ, એક ઘણે સારે પલંગ, તે ઉપર પૂરતાં ઓઢવાનાં, બાજુમાં દી મૂકવાનું વિજળીની બત્તી સાથેનું એક નાનું ટેબલ, એક લખવાનું ટેબલ, બે ખુરશી, એક કોટ અને
દેવાની સુંદર બસીન અને તેને સામાન તે ઉપરાંત બાથ રૂમમાં ટબ, કોમેડ અને બસીન; સારા પડદા, બે ટૂંક મૂકવાનાં ફેલ્ડીંગ ટેબલો, એક આરસનું ટેબલ, ત્રણ અથવા ચાર લાઈટ ટુવાલ બે, નેપકીન બે, તેનું સ્ટેન્ડ વિગેરે ફરનીચર હેાય છે. પલંગ બહુ સારો હોય છે. એક સારા ઘરના શણગારને વેગ સર્વ વસ્તુ એક રૂમમાં હોય છે. જમીન લાકડાની પણ તે ઉપર શેત્રુજી, ભીંતે સારા કાગળ, વેલસેટ, પડદા, સુતાં સુતાં વંચાયા તે વીજળીને દીવે અને ચોખવટ એવી કે ધૂળનું નામ નહિ. બેલાવવાની ઘંટડી વગાડીએ એટલે તુરત ખીજમતદાર હાજર થાય છે, ડાઈનીંગ હેલને શણગાર તે અજાયબીમાં નાખે તેવે. નહાવાનો રૂમ એકદમ સફેત, નીચે લાદી, અને બધું ફરનીચર જાણે આજે જ નવું તૈયાર કર્યું હોય તેટલું ચકચકીત; ઓઢવાનાં ચોખાં, નીચે મોટું કપડું, તેના ઉપર ગરમ રગ, તે ઉપર કપડું, તે પર રેશમી રજાઈ, ભાથાના બે ઘણાં સુંવાળાં એશીકાં મેટાં: નીચે ઓફીસમાં એક Portier અથવા Conscierge હોય છે. એની પાસે જઈ કાંઈ પણ પૂછે તેને બહુ વિવેકથી જવાબ આપે છે અને મુસાફરોની પૂરતી સગવડ જાળવે છે. એને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com