________________
ઉગેને
સેંટ
થાર્ટ ટનલ
૨૪૩ :
તાજમહેલની વાત કરીએ અને તેઓના દેશની વાત જાણીએ. અમને શરીરે કે મનમાં જરા પણ અગવડ પડી નહિ. માત્ર હાથ ઠંડીથી અકડાયા કર્યા.
યુગને (Tugano). લ્યુસર્નમાં ગઈકાલે નિરાશા થઈ હતી, પણ વધારે વિચાર કરતાં એમ લાગ્યું કે ધુમસ અને બરફના એવા એક અનુભવની પણ ખાસ જરૂર હતી. દશ્ય તે કેટલુંક પછી જોવાયું પણ ધુમસ અને ઠંડીને એવો અનુભવ જવલ્લેજ થાય.
આજે (તા. ૩૦-૭ શનિવારે) સવારે ૮-૫૩ ટ્રેનમાં બેઠા. ગાડી ચીકારી હતી. અમારે યુગે જવાનું હતું. ટ્રેનમાં એક જર્મન પુરૂષ અને બે અમેરિકન સ્ત્રીઓ સાથે ડબામાં હતા. બને છેડીઓ ઘણી હુંશિયાર હતી અને ખાસ કેળવણું પૂરી કરવા માટે એકલી મુસાફરીએ નીકળી હતી.
હમેશના નિયમ પ્રમાણે પ્રથમ તે હવા ઉપર વાત શરૂ થઈ પછી અમે હિંદુસ્થાનના રહેનારા છીએ એમ જાણતા એમણે અમારી પાસેથી હિંદ સંબંધી ઘણુ માહિતી મેળવી. અમારા ઈંગ્લીશ ભાષાના સ્પષ્ટ ઉચ્ચાર એમને બહુ ગમ્યા. એ કહે અમે અંગરેજોની કકની kokney ભાષા સમજતા નથી, પણ તમારું શુદ્ધ ઈંગ્લીશ બહુ ગમે છે અને સમજાય છે. બન્ને છેડીઓએ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com