________________
લ્યુસન
રિગિ પર્વત
૨૪૧
ત્યાં વરસાદ શરૂ થયો. વેગીસ weggis ને સ્ટેશને વધ્યો. ચારે બાજુના ડુંગરમાંથી પાણી જેરથી વહે અને અમે સ્ટીમરમાં આગળ વધીએ. એક કલાકે વીઝનાઉ vitznau સ્ટેશને પહઆ અને સ્ટીમરમાંથી ઉતરી ગયા. સરોવર દરિયા જેવું જ હતું પણ આજે તેફાને ચઢ્યું હતું. દરેક બંદર જોવા લાયક છે અને વરસાદ હેય ત્યારે ડુંગરની શોભા અદ્ભૂત બની રહે છે.
સ્ટેશને સામે રેલવે તૈયાર હતી. એ કાગવ્હીલ Cogwheelથી ચાલે તેવી રેલવે હતી, પાટાની અંતરમાં પડું પેસતું જાય, ખાસ જાતનું ઇંજીન અને ત્રણ ડબા. ડબામાં પેઠા પણ વરસાદ અને ધુમસ વધ્યા. પાંચ સ્ટેશને મૂક્યાં પણ વરસાદ વધતે ચાલ્યો. ધુમસ તે એવી કે વાત નહિ; બાજુમાં પણ દેખાય નહિ. આમાં સરી જવાને રંગ તે બાજુએ રહ્યો પણ ઘણું ગરમ કપડાં પહેરેલાં છતાં પણ કળવા લાગ્યા. આખરે એક કલાક દશ મનિટ ગાડીમાં બેઠા ત્યારે ૬૧૦૦ ફીટની ઊંચાઈએ પોંચ્યા. ધુમસને કાપતી ગાડી તે આગળ વધ્યે જતી હતી પણ જોવાનું કાંઈ બન્યું નહિ.
રિગિ (Rig)ને મેટે પહાડ ચઢી સ્ટેશનેથી પલળતાં પલળતાં ૧૦૦ વાર દૂર આવેલી હોટેલ હતી તેમાં ગયા. સાથે ઘણા પેસેંજરે-મુસાફરે હતા. બધા આનંદ કરતા હતા અને કાંઈ દેખાતું નથી તેથી જરા નાસીપાસ પણ થતા હતા. ઉપર જઈ જોયું તે થરમોમિટર ૪૨ ડીગ્રીએ, એટલે બરફ પડવાને -ફીઝીંગ પોઈન્ટને હવે જરાજ વાર હતી. અમે તે હોટેલમાં ગયા. ધુમસ તે એવી આકરી કે એકવાર જરૂર અનુભવ કરવા જેવી લાગી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com