________________
૨૪૨
યુરેપનાં સંસ્મરણે
સ્વીટઝરલાંડ
હોટેલમાં જમવાનું તૈયાર હતું. અમારી પાસે તેની ટીકિટ હતી. અમારી અન્ન ફળ શાકાહારની ગોઠવણ કરી ખાઈ લીધું. પછી બહાર આવી જોઈએ તો એજ સ્થિતિ. વધારામાં બરફ પડતા હતું તે જોયો. બાકી આગળ પાછળ કોઈ દેખાય જ નહિ. હેટેલ પાંચ માળનું ભવ્ય મકાન હતું. દેઢ કલાક તેમાં ફર્યા, વાત કરી, બહાર તે ઠંડી એવી કે હાથ પગ અકડાઈ જાય. આ જાતની હવાનો અનુભવ કરવાનેજ હશે એમ ધાર્યું અને તેમાં આનંદ માન્યો. કાઈ ખાસ જોઈ શક્યા નહિ. બરફ પડેલો જે એ અમારે આજને અપૂર્વ અનુભવ હતે.
અકડાતાં અકડાતાં ૩ વાગે પાછા ટ્રેનમાં બેઠા ત્યાં ધુમસ ઓસરવા લાગી. પહાડને ભવ્ય દેખાવ અને ચારે તરફ પડેલો બરફ જે. ઓવરકેટ અને મજા પણ હતાં એટલે અગવડ ન પડી પણ ખરી ઠંડીને અનુભવ થશે
ઉતરતી ગાડીએ ઘણા દેખા જોયા; ચરતી ગાયોનાં ધણ અને લીલે પર્વત, કુંજ અને વનરાજી જોતાં જોતાં, પાણીનાં અનેક વહન નીરખતાં અને પૂરી ઠંડીની કડકડતા અનુભવતાં પાછા વીઝનાઉ આવી, સ્ટીમરમાં બેસી ભુસન આવ્યા.
આજને અનુભવ તદ્દન નવી જાતને થયે. દેખાવ ન જોઈ શક્યા પણ શિયાળામાં અહીં કેવી ઠંડી પડતી હશે તેને બરાબર ખ્યાલ .
મુસાફરે પણ આનંદ કરતા હતા. નાસીપાસ થાય તોપણ ગમત તે કરે જ એ એ લોકોને સ્વભાવ છે. સર્વેએ આનંદ કર્યો. અમે તે અંગરેજી બોલે તેવાને પકડી કાશ્મીર અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com